________________ મહાત્માને મેળાપ, (11) પ્રાપ્ત કરી શકે છે. ભાઈ સત્યચંદ્ર! ધર્મને માટે મને બહુ માન છે અને તેને માટે મેં આ સિદ્ધાંત કરેલ છે.” સત્યચંદ્ર પ્રસન્ન થઈને કહ્યું, “ભદ્ર! તમારો સિદ્ધાંત ખરે છે. પરંતુ વસ્તુતઃ એ ધર્મનું શુદ્ધ સ્વરૂપ શું છે? તે સમજાતું નથી. વિવિધ મતવાળાએ પોતપોતાના ધર્મને સત્ય માને છે અને જુદા જુદા પરમેશ્વરના સ્વરૂપને આરાધે છે. તેઓ કહે છે કે, “અમારે ધર્મ ઈશ્વર રચિત છે અને તેની અંદર જે જે નિયમો આપેલા છે, તે પ્રભુની આજ્ઞાઓ છે. તેમને માન આપી વર્તવું જોઈએ. ભાઈ! તે બધા મતેના માનેલા ધર્મના નિયમે પણ જુદા જુદા હોય છે. હવે અહીં મટી શંકા પડે છે કે, “શું જુદા જુદા માણસના પરમેશ્વર જુદા જુદા હશે અને તેમના નિયમ પણ જુદા જુદા હશે? આમાં સત્ય શું છે? તે કાંઈ સમજાતું નથી. આ વિષે તમારે શો નિશ્ચય છે? તે કૃપા કરી જણાવશો.” શોધકચંદ્ર વિચાર કરીને કહ્યું, “ભાઈ! હુ ખરા સિદ્ધાંત ઉપર આવી શક્ય નથી, તથાપિ હૃદયમાં એવી માન્યતા થાય છે કે, “કુલ પરંપરાથી ચા આવેલે ધર્મ સારે છે અને તે પ્રમાણે વર્તવું.” સત્ય કહ્યું, “ધર્મબંધુ! તમારે એ સિદ્ધાંત કેટલેક અંશે સાચે છે, પરંતુ વિવિધ ધર્મની ક્રિયાઓ તરફ જતાં આપણા હૃદયમાં ભ્રમ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. કેટલાએક ધર્મો એક બીજાની વિરૂદ્ધતા બતાવે છે. એક કહે છે કે, “માથે શિખા રાખવી.” બીજે કહે છે કે, “શિખા નહીં પણ દાઢી રાખવી.” ત્રીજો કહે છે કે, શિખા અને દાઢી બંનેની જરૂર નથી.” એક કહે છે કે, " જીની રક્ષા કરવી” ત્યારે બીજો કહે છે કે, “જીને મારવામાં પાપ નથી.” એક કહે છે કે, “સ્નાન કરવાથી પાપ લાગે છે.” બીજે કહે છે. સ્નાન કરવાથી પુણ્ય થાય છે.” એક કહે છે કે, “પરમેશ્વરની ભક્તિ કરવાથી પરમેશ્વર પિતાની પાસે લઈ જાય છે.” બીજે કહે છે કે, “પાપ કર્મ કરીને પણ પરમેશ્વરની ભક્તિ કરવી.” કઈ કહે છે કે, “પાપીને શિક્ષા કરનાર પરમેશ્વર નથી પણ તેનાં કર્મ છે.” કેઈ કહે છે કે,” પાપીને શિક્ષા કરનાર પરમેશ્વર પોતે છે.” વળી કઈ કહે છે કે, “આ જગને ક ઈશ્વર છે.” ત્યારે કઈ કહે