________________ - = ~ = ( = = (10) આત્મતિ, પદ્ય ઘણીવાર બ્રમણમાં પડેલા પુરૂષને શાંતિ આપે છે અને દિલને દિલાસાવાળુ કરી દે છે. તમે કહેલું પદ્ય હું મારા મગજપત્ર ઉપર છાપી લઈશ. આ પદ્ય સ્મરણ આપવાને માટે તમારો આભાર માનવામાં આવે છે.” સત્યચંદ્ર હૃદયમાં આનંદ પામતે બે -“ભાઈ! એ પદ્ય તરફ તમારી પ્રીતિ જોઈ મને અતિશય હર્ષ થાય છે. કારણ કે, એ પદ્યના પ્રભાવની તમે કદર કરી છે. સુભાષિતના બનાવનાર કરતાં સુભાષિતના અર્થના આશયને સમજનાર વિશેષ પ્રશંસનીય ગણાય છે. ભગવાન વરપ્રભુની વાણિને આશય સમજનાર ગૌતમ મુનિ વિશેષ અભિનંદનના પાત્ર થયા હતા. ભદ્ર! હવે આપણે કેઈ વિષય ઉપર વિવે. ચન કરીએ.” સત્યચકે ઉત્સાહ લાવીને કહ્યું, “ભાઈ ! આજકાલ ઘણું વિષયે ઉપર વિવેચન થયા કરે છે, પણ કેઈ વિષયને નિર્ણય કરવામાં આવતું નથી. આપણા માંહેલાં નવીન તરૂણે જુદા જુદા વિષયની ભૂમિકા ઉપર નૃત્ય કરી રહ્યાં છે. કેઈ દેશ અને જ્ઞાતિના સુધારામાં મથે છે, કે વર્તમાનકાળે ચાલતા હાનિકારક રીવાજોને દૂર કરવા પ્રયત્ન કરે છે, કેઈ કુરૂઢિઓના કલ્પિત કારણેને શોધી તેમાંથી ઉદ્ધાર થવાના માર્ગો દર્શાવે છે. અને કેઈ વિવિધ જનાઓથી ઉન્નતિ કરવાની વાત કરે છે. એ સર્વના મથનમાંથી કઈ પણ નવનીત બતાવી શકતા નથી. સર્વે પિતાપિતાના વિચારોના તરંગેની સાથે અથડાયા કરે છે. તેવા લેકેની પરિણામે શી દશા થશે ? એ કાંઈ કહી શકાતું નથી.” શોધકચંદ્ર પિતાના હૃદયમાં બાંધેલા એક સિદ્ધાંતને પ્રગટ કરતા બે -“ભદ્ર! જે કે હું હજુ ખરા નિશ્ચય ઉપર આ નથી, પરંતુ મને એ નિશ્ચય તે થયે છે કે, આ જગતમાં ધર્મ એક અસાધારણ અને અનુપમ વસ્તુ છે. અશરણને શરણ આપનારે, ૫તિતને પાવન કરનાર અને અગ્યને ગ્યતા આપનાર ધર્મ એકજ છે. ધર્મના અભુત પ્રભાવ આગળ કોઈ બીજુ ટકી શકતું નથી. ધર્મ અરૂપી છતાં રૂપીના જેવું કાર્ય કરે છે. તેનામાં એવી અદ્ભુત અને દિવ્ય શક્તિ રહેલી છે કે, તેનાથી પ્રાણ ગમે તેવી ઉચ્ચતા