________________ મહાત્માને મેળાપ, ( 7 ) સત્ય કહ્યું, “ભાઈ ! જે તમારી સંમતિ હોય તો આપણે આ રમણીય જંગલમાં વાસ કરીએ. વખતે આવા સ્થળમાં કઈ મહાત્માને મેળાપ થઈ આવશે.” ભાઈ! જે મારા મતને માન આપે તે આપણે કઈ પણ યાત્રાના પવિત્ર સ્થળમાં જવું એગ્ય છે. અહિંથી ગિરનાર પર્વત નજીક છે, અને તે પવિત્ર સ્થળમાં આપણને કેઈ મહાત્માને જરૂર મેળાપ થઈ શકશે.” ભદ્ર! તમે કઈ વાર એ પવિત્ર તીર્થની યાત્રા કરી છે કે નહીં? શોધકર્થ સેત્સાહિત થઈને કહ્યું. “ધર્મબંધુ! અદ્યાપિ એ પવિત્ર તીર્થનાં દર્શન કરવાને હું ભાગ્યશાળી થયે નથી. અનેક યાત્રાળુઓના મુખથી એ તીર્થની પ્રશંસા સાંભળી છે, પણ કઈ અંતરાયકર્મના ભેગથી એ તીર્થની ભેટ હું કરી શક્યા નથી.” સત્યચંદ્ર આનંદ દર્શાવતા બોલ્ય-“ભાઈ! આ ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર દેશની અંદર શત્રુંજય અને ગિરનાર એ ઉભય તીર્થ નંદનીય છે. તેને માટે આહંત ભક્ત નીચેનું પદ્ય બેલે છે" सौराष्ट्र देशे खलु रत्नतुल्यं, सुतीर्थ युग्मं परिवर्तते यत् / शत्रुजयाख्यं गिरिनारसंज्ञ, नमाम्यहं तद्बहु भावभक्त्या" // 1 // શાંતિનું સરોવર, આનંદને અર્ણવ અને શેકરૂપ તિમિરને હરનાર સવિતારૂપ એ રૈવતગિરિ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના ચરણથી અને એમનાથી પૂર્વમાં થયેલા અનેક તીર્થંકરના ચરણોથી અંક્તિ થયેલ છે. તેના સુશોભિત શિખરે ગગન સ્પર્શી દેખાય છે, દર્શનીય દેવાલયે, ગુપ્ત ગુફાઓ, પ્રાચીન શિલાલેખે, ચમત્કારી - વધે અને સુવર્ણરજથી એ મહાગિરિ દિવ્ય શોભાને ધારણ કરનારે છે. તેની આસપાસ આવેલી વૃક્ષોની સુંદર ઘટા ઘણી રમણીય દેખાયછે. તેની તળેટીના પવિત્ર પ્રદેશમાં અનેક કુંડે અને પ્રાચીન સ્થળે આવેલાં છે. વિવિધ પ્રકારની કુદરતી શોભાનું અવલોકન કરતાં અને ઉત્તમ ભાવનાઓથી હૃદયને ભાવિત કરતાં યાત્રાળુઓ ભગવાન શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યનું અવેલેકન કરી આનંદિત બની જાયછે. વિશ્વના અનેક આત્માઓને ઉદ્ધાર કરી આત્મોદ્ધાર કરવા તત્પર થયેલા ભગવાન નેમિનાથ પ્રભુના જીવન ચરિત્રનું આ સ્થળે સ્મરણ થાય છે. તે મહાત્માએ પિતાના જીવનમાં જે જે કરી બતાવ્યું છે