________________ મેન્નતિ, - દૂર કરનારા કે મહાત્માના મેળાપની આશાથી “હુ પિતાની આજ્ઞા લઈ એકલે ચાલી નીકળ્યો છું. ભદ્ર! આપ શું નામ ધરાવે છે અને આપના અટનને હેતુ શું છે? તે આપ કૃપા કરી જણાવશે.” તે યુવક આનંદપૂર્વક બોલ્ય-“ભદ્ર ! મારૂં નામ સત્યચંદ્ર છે. મારૂં કુટુંબ બહુ સારી સ્થિતિમાં નથી, પણ મારા બે બંધુઓ વ્યાપારકળામાં કુશળ હોવાથી તેઓ એક મોટા વ્યાપારીની સેવા વૃત્તિ સ્વીકારી કુટુંબને નિર્વાહ સારી રીતે કરી શકે છે. આથી અમારા કુટુંબને સુખે નિર્વાહ થાય છે. બાલ્યાવસ્થામાંથીજ મારે માતાને વિગ થયું છે. હું મારા 4 બંધુઓના આશ્રય નીચે ઉછર્યો છું અને તેમની સહાયથી ગ્ય ધાર્મિક અને વ્યવહારિક કેળવણું મેળવી શક્યો છું. મારા પ્રેમી બંધુઓ મને વિવાહના બંધનમાં નાખવા તત્પર બન્યા હતા, પણ ધાર્મિક વિચારના બળથી ઉત્પન્ન થયેલા મારા વિચારેએ તેમને અટકાવી દીધા અને અમુક મુદતની યાચના કરી હું તે સંસારના ઉછળતા મોજામાંથી બચી ગયે. ભદ્ર! તમારી માફક જેમ મેં ઘણાં પુસ્તક વાંચ્યાં અને ઘણુ મુનિઓને સમાગમ કર્યો, પરંતુ મારા હૃદયમાં જાગૃત થયેલી શંકાઓથી હું તદન મુક્ત થઈ શક્યો નહીં. પછી એ શંકાઓને દૂર કરવા માટે વાસગૃહને ત્યાગ કરી હું આ જંગલમાં નીકળી પડયે છું. એવામાં સારા ભાગ્યે તમારા જેવા એક સહાયકને મને અચાનક સમાગમ થઈ આવ્યું. આ વખતે હું એક પદ્યનું સ્મરણ કરતે હતે - " मानसे यदि जिज्ञासा शुद्धभावात्मवर्तते / / સાર સત્સંગ નેન સા મ”િ ? “જે હૃદયમાં શુદ્ધ ભાવથી જિજ્ઞાસા વર્તતી હોય તે તે અહીં સત્સંગના ચોગથી તત્કાળ પૂર્ણ તૃપ્ત થઈ જાય છે.”૧ ભદ્ર! આ પદ્યના મરણના પ્રભાવથી મને આ મહાત્ લાભ પ્રાપ્ત થયે છે. કોઈ મહાત્માના દર્શનની ઈચ્છા તમારા દર્શનથી ફલવતી થઈ છે. હું મારા આત્માને તમારાથી દ્વિગુણ બળવાળો માનું છું.” તે તરૂણે સાનંદ વદને જણાવ્યું -“ભદ્ર! હું પણ તમારાથી એમજ માનું છું. પણ હવે આપણે ક્યાં જઈશું? તેને વિચાર કરીએ.”