________________ મહાત્માનો મેળાપ, થઈ પડશે. તમારું નામ શું છે? તે કૃપા કરી જણાવશે.” યુવકે આનંદી ચેહેરે જણાવ્યું–ભદ્ર ! મારું નામ શોધકચંદ્ર છે. મારા પિતા એક પ્રખ્યાત વેપારી છે. પૂર્વના પુણ્યોગે તેઓ આર્થિક સ્થિતિમાં વધતા જાય છે, પણ ધાર્મિક સ્થિતિમાં ઉતરતા જાય છે. તેને મની મનોવૃત્તિ ધર્મ ઉપર આસ્તાવાળી છે, પણ વ્યાપારના લાલચુ વ્યવસાયને લઈને તેઓ ધર્મ સાધન કરી શકતા નથી, તથાપિ કેઈ સારા ભાગ્યે તેમના હૃદયમાં ધર્મ સાધનની શુભ ભાવના રહ્યા કરે. છે. તેઓ સર્વદા ભાવે છે કે, “હું ક્યારે આ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત થાઉં અને ધર્મ સાધન કરવામામાં તત્પર બનું,” પરંતુ એ તેમની ભાવના ભાવરૂપે રહી હૃદયમાં સમાઈ જાય છે. તેઓ કદિ પણ એ ભાવનાને અમલમાં લાવી શક્તા નથી. ભદ્ર! એક વખતે તે ઉપકારી પિતાએ મને વ્યાપારને ભાર વહન કરવા આજ્ઞા કરી, ત્યારે પુત્રપણાની ફરજને લઈને મેં તેમને વિનયથી જણાવ્યું કે, પૂજ્ય પિતાજી! જ્યાં સુધી આપ મારા શિર ઉપર છત્રરૂપ છે, ત્યાં સુધી હું જ્ઞાનની વાટિકાને વિહારી બનીશ. છાત્રાવસ્થાને ધારણ કરી હું મારી માનસિક સ્થિતિને ઉચ્ચ માર્ગે લઈ જઈશ. જ્યારે આપ આ મહાનું વ્યવસાયથી કંટાળી જશે ત્યારે આ આજ્ઞાંક્તિ બાળક આપની તે આજ્ઞા ઉઠાવવાને તત્પર છે.” મારાં આ વચને સાંભળી મારા પૂજ્ય પિતા હાસ્ય કરીને બેલ્યા “વત્સ શોધક! તારાં વચને યથાર્થ છે, પરંતુ કોઈ પૂર્વના અંતરાય કર્મના ઉદયથી હું વ્યાપારની શૃંખલામાંથી મુક્ત થઈ શકતું નથી. જે તારી ઈચ્છા જ્ઞાનવાટિકામાં વિહાર કરવાની હોય તે તું સુખે તે ઈચ્છા પૂરી કર.” પિતાની આ આજ્ઞાથી હું મારી ઇચ્છા પૂર્ણ કરવાને પ્રવર્તે. તત્કાલ એક સુધારક સમાજમાં દાખલ થયે અને તેમાં જુદા જુદા વિષય ઉપર ભાષણ આપવા લાગે, તે સાથે દરેક બીજી સમાજેમાં પણ ભાગ લઈ વિદ્વાન વક્તાઓના મુખનાં ભાષણ સાંભળવા લાગે. આથી કરીને હું જ્ઞાન વિલાસમાં વધવા લાગે, પરંતુ અર્ધ દગ્ધ વિદ્વાનેના વિશેષ સહવાસમાં આવવાથી મારા હૃદયમાં અનેક શંકાઓ ઉઠવા લાગી. અનેક શંકાઓથી આકુળવ્યાકુળ થયેલું મારૂં હદય સિદ્ધાંતને મેળવી શકયું નહીં, તેથી આખરે તે શંકા જાળને