________________ આત્મતિ, ઈચ્છા સફળ થવાને પ્રસંગ આવ્યું. શું મારાં પૂર્વ પુણ્ય જાગૃત થઈ આવ્યાં. રખે કઈ મહાત્મા આવતા હોય. તેમના ચરણકમળને ધ્વનિ સંભળાય છે.” આ પ્રમાણે તે યુવક ચિંતવતું હતું, તેવામાં છેડે દૂર એક તેનાજ જે તરૂણ પુરૂષ આવતે તેની દષ્ટિએ પડયે. તેને જઈ આ યુવક પ્રથમ તે નિરાશ થઈ ગયે પણ તેના આતુર અને આશાભર્યા હૃદયમાં જરા દિલાસે આવ્યો. તેણે ચિંતવ્યું કે, “આ કઈ વેષ ઉપરથી મહાત્મા દેખાતું નથી પરંતુ તેની આકૃતિ ઉપરથી તે કઈ સજજન છે, એમ ખાત્રી થાય છે. તેની દષ્ટિના કિરણે ઉર્વ ભાગ તરફ પ્રસરે છે, તેથી તે જિજ્ઞાસુ હોય એવી સૂચના થાયછે.” આ પ્રમાણે તે યુવક વિચાર કરતું હતું, તેવામાં તે યુવક તેની પાસે આવ્યું. પરસ્પર દર્શન થતાં તેઓ એક બીજાની મુખાકૃતિ જેવા લાગ્યા. ક્ષણવાર પછી આપણુ જિજ્ઞાસુ મુસાફરે તે આવેલા યુવકને પ્રશ્ન કર્યો-“આપ કેણ છે? અને આ તરફ ક્યાં જાઓ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં તે યુવકે પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર! હું એક નવીન કેળવણી પામેલે જિજ્ઞાસુ છું. જૈન કુટુંબમાં મારે જન્મ છે. કેટલાએક મુનિઓના સમાગમથી મારામાં ધાર્મિક જિજ્ઞાસા પ્રગટ થઈ છે, પરંતુ અદ્યાપિ મારી જિજ્ઞાસાને પૂર્ણ તૃપ્તિ મળી નથી. અનેક શંકાઓ અને સંશયે પ્રગટ થયા કરે છે. સત્ય સિદ્ધાંતની શોધ કરવામાં હૃદય આતુર બની જાય છે, પણ તેની આતુરતા દૂર થવાનું કઈ પણ મજબૂત સાધન મને અદ્યાપિ પ્રાપ્ત થયું નથી. હું તેની શોધમાંજ આજે બાહર નીકળી પડે છું. તે દરમીયાન અહિં તમારે અચાનક મેળાપ થઈ આવ્યું. ભદ્ર! આપ કેણું છે? અને આ તરફ ક્યાં જાઓ છો?” તે યુવક પિતાની સમાન સ્થિતિવાળા તે તરૂણને જોઈ જાણે પિતાને એક સબલ પક્ષ પ્રાપ્ત થયે હેય, એમ જાણી સાનંદાશ્ચર્ય થઈને બોલ્ય-“ભદ્ર! હું પણ તમારા જેજ એક મુસાફર છું. તમારા જેવીજ પણ જરા તફાવતવાળી જિજ્ઞાસાથીજ હું આ સ્થળે આવી ચડ છું. અને મારી જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે કઈ મહાત્માના અચાનક સમાગમની આશા રાખી ફરવા નીકળે છે. આપણે બંને સમાન અધિકારી છીએ, તેથી આપણે સહવાસ પરસ્પર લાભકારી