________________ ઉપસંહાર, (ર૬૭ . ઉપસંહાર. મહાત્માની આ ઉપદેશ વાણી સાંભળી જેમના હૃદય નિરાશય થયેલા છે, એવા સત્યચંદ્ર અને શોધકચંદ્ર બંને તરૂણ યુવકે તે મહાત્માના વિહાર સમયે હાજર રહ્યા હતા. વિહાર કરતી વખતે સત્યચકે પિતાની જીંદગીનું સાર્થક શી રીતે કરવું તેને માટે મહાત્માને કાંઈક ઉપદેશ આપવા વિનંતી કરી એટલે મહાત્માએ આ પ્રમાણે કહ્યું, “ભદ્ર, સત્યચંદ્ર, મારે કહેવું જોઈએ કે, સાંપ્રતકાળની પ્રજા નવીન કેળવણીના સંસ્કાર પામેલી છે, તેવી પ્રજાને સાયન્સ પ્રમાણે ધામિક રહસ્ય સમજાવવાની જરૂર છે, તેથી તમે બંને મારા ઉપદેશને સાર તે પ્રજાને ભાષણ દ્વારા સમજાવે અને તેમના હૃદયની અંદર આપણું આહત ધર્મનું રહસ્ય સ્થાપી પરમ આસ્તિક બનાવે, આથી ઘણો જ લાભ થશે. ચારિત્રાવસ્થામાં મુનિ ધર્મના વર્તનને લઈને કેટલાંક કાર્યો જે અસાધ્ય હશે, તે કાર્ય ગૃહસ્થાવસ્થામાં રહીને તમે સારી રીતે સાધી શકશે. તમે બને એક થઈ તમારા શ્રાવક ધર્મને બાધ ન આવે તે રીતે વર્તમાનકાળને અનુસરી નિર્દોષ પ્રવૃત્તિ કરો. અને અવનતિમાં આવેલી સર્વ આહંત પ્રજાને ધર્મના રહસ્યથી જ્ઞાત કરી ઉન્નતિના માર્ગે લઈ જજે, તન, * મન અને ધનથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરો અને સંઘની અંદર પ્રવિષ્ટ થયેલા કુસંપરૂપ મહાન શત્રુને દૂર કરી ધાર્મિક સુધારણાની વૃદ્ધિ કરજે. મારું હૃદય આશા રાખે છે કે, તમે બંને એવા ઉપયોગી કાર્યો કરી શકશે કે જેથી હું અને મારે આ પરિવાર આ નવીન સંસ્કારવાળી સર્વ જૈન પ્રજાને પરમ આસ્તિક અને સર્વ પ્રકારના ઉ. યના સાધનવાળી ભવિષ્યમાં જેશે.” તે મહાત્મા આ પ્રમાણે કહી રૈવતકગિરિની સાત યાત્રાઓને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી અન્ય સ્થળે ચાલી નીકળ્યા હતા.' યુવક સત્યચંદ્ર અને શોધકચંદ્ર મહાત્માની ઈચ્છાને અનુસરી ત્યાંથી પિતાના વતન તરફ વિદાય થયા હતા. સત્યચંદ્ર પુનઃ પિતાને ઘેર જવાની ઈચ્છા રાખતે નહત, તેની ઈચ્છા જૈન ધર્મના સિદ્ધાંત - સર્વત્ર ફેલાવી ધર્મનું સત્ય સ્વરૂપ બહેળા પ્રમાણમાં દરેક મનુષ્યોને બતાવી મનુષ્ય જન્મ સાર્થક કરવાની હતી, તેને કુટુંબમાં માત્ર બે