________________ (રર) આત્મતિ ભદ્ર, સાંપ્રતકાળે પશ્ચિમના શોધક વિદ્વાને પૃથ્વી અને વનસ્પતિમાં સચેતનતા માનવા લાગ્યા છે. ત્યારે જૈન ધર્મમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ–એ પાંચ સ્થાવર એક સ્પર્શ દિયયુક્ત જીવ અનાદિકાળથી તેમાં સિદ્ધ કરેલ છે. રસાયણ શાસ્ત્રમાં પાણીને ઓકિસઝન અને હાઈડ્રોજન નામના બે વાયુના મેલાપથી બનેલું જણાવ્યું છે. જૈન દર્શનના સૂયગડાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના ત્રીજા અધ્યાયનમાં પાણીને વાયુ નિ કહેલું છે. જર્મનીમાં કોલ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના પ્રોફેસર ડે. પિડલ્યુશન “માનસિક શાસ્ત્રના મૂલત” એ નામના ગ્રંથમાં કાર્ય કારણના નિયમ વિષે બેધડકથી જણાવે છે કે, “જેમ દિશા અને કાળ અપરિમિત છે, તેમ કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે અને તેને માટે નીચેની સાબીતીઓ આપે છે. 1. જે તે અનાદિ ન હોય તે આપણે વસ્તુઓની પ્રથમ સ્થિતિ ધારવી પડશે. આ સ્થિતિમાં ઉન્નતિ થાય માટે તેમાં ફેરફાર થે જોઈએ અને વળી આ ફેરફાર આગળના ફેરફારને અસર રૂપ થશે. આ રીતે અનવસ્થા દેષને પ્રસંગ આવશે. * 2, કાર્ય કારણની સાંકળ અંત વિનાની છે, કારણ કે, યોગ્ય કારણના કાર્ય રૂપ થયા શિવાય કઈ પણ ફેરફાર કઈ પણ વખતે થઈ શકે નહિ; માટે જે કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે, તે પછી આ જગત પણ અનાદિ છે, એમ માનવું પડશે. - ભદ્ર, તે ડે. ડિલ્યુશનના મત પ્રમાણે જૈનશાસ્ત્ર પણ કહે છે કે, આ જગત અનાદિ છે, જગને કર્તા ઈશ્વર નથી. ભદ્ર, સાંભળવા પ્રમાણે રસાયણશાસ્ત્ર એમ કહે છે કે, આ જગતમાં જે જે પદાર્થો છે, તેને સર્વથા નાશ થતું નથી, તેમજ જે પદાર્થ છે, તે શિવાય નવીન પદાર્થ ઉત્પન્ન થતું નથી, ફક્ત રૂપાંતર થાય છે અને તે વસ્તુ પણ જગમાં કાયમ રહે છે. - તે પ્રમાણે જૈન શાસ્ત્રમાં પણ કહે છે કે, ઉત્પાદ, વ્યય અને ઇવ એટલે ઉત્પન્ન થવું, નાશ થશે અને કાયમ રહેવું અર્થાત