________________ યાત્રા 7 મી, (ર૬૧) ગ્ય સમય થતાં તે મહાત્મા પિતાના પરિવાર સહિત નીચે ઉતર્યા હતા. નિત્યના નિયમ મુજબ તલાટમાં આવી વિશ્રાંતી લીધી. ત્યાર પછી મહાત્મા આનંદિતવદને બોલ્યા! ભદ્ર શોધકચંદ્ર અને સત્યચંદ્ર! હવે અમારે આવતી કાલે અત્રથી વિહાર કરવાને છે જેથી તમેને ગઈ કાલે બાકી રહેલી હકીકત અત્યારે જણાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળજે. ભદ્ર! મેં ગઈ કાલે રસાયણ વિદ્યાની હકીક્ત સંક્ષિપ્તમાં કહી હતી, અને તે ઉપરથી જૈનદર્શનના નિયમ અને સિદ્ધાંતની સાબીતી કેવી રીતે થાય છે તે ધ્યાન પૂર્વક સાંભળો. - પશ્ચિમની વિદ્યાવાળા વેંકટરે હાલમાં પ્લેગ, કોલેરા વગેરે જ્યારે રેગેના ઉપદ્રવ વધે છે, ત્યારે તેઓ સૂચના કરે છે કે, ઉકાળેલું પાણી પીવું. ઉકાળેલું પાણી માંદા માણસને સારું છે. - જૈન ધર્મના વિષયમાં દર્શાવ્યું છે કે, પાણીમાં પૂરા થાય છે, માટે તે કપડાથી ગાળી સંખારે વાળીને વાપરવું અને બની શકે તે ખૂબ ઉકાળી ઠંડુ કરીને પીવું. પશ્ચિમના વિદ્વાનોએ શોધ કર્યો છે કે, એવા સૂક્ષ્મ જીવે છે કે જે આપણી નજરે દેખાતા નથી પણ તે સૂફમદર્શક યંત્રવડે દેખી શકાય છે, જેઓ germs, bacills, bacteria કે microps એવા એવા નામથી ઓળખાય છે. આહંત ધર્મમાં લખે છે કે, “મલમૂત્રાદિને લાંબે વખત ન રહેવા દેતાં તેને જેમ બને તેમ સૂકી જમીન ઉપર અગર રાખેડિમાં સૂકાવા દેવા, તેમ નહિ થવાથી તે ગંધાવા માંડે છે અને તેમાંથી સંમૂછિમ જી ઉત્પન્ન થાય છે. પશ્ચિમ વિદ્યાની શેધથી સાબીત થયું છે કે, આકાશ બધું સુહમ જીવોથી ભરેલું છે. વાયુરૂપે ઉડતા અનંત સૂક્ષમ છે અને નેક રોગનાં વાસ્તવિક કારણ છે. વળી કેટલાએક હઠીલા રોગે લાગુ પડે છે, ત્યારે કેવળ ડકટરે રાત્રે જમવાની મનાઈ કરે છે. ભદ્ર, જૈન ધર્મના નિયમમાં દર્શાવ્યું છે કે, “રાત્રિ જોજન ન કરવું, કારણ કે, રાત્રે સૂક્ષમ છની ઉત્પત્તિ વધારે થવાથી અનાજ તથા અગ્નિમાં ઘણા એને ઘાત થાય છે, તેથી જીવહિંસા થાય છે અને વળી તેથી અનેક જાતના રોગ ઉત્પન્ન થાય છે.'