________________ (ર૬૦) આત્મન્નિતિ, આગમન કર્યું છે, એમ જાણે કહેતાં હાયની; તેવી કલ્પદ્રએ પતાની મેળે આવી તે ક્ષિતિધરને વિષે વિદ્યાર્થીની પેરે વાસ કર્યો છે, જે લાધીશમાં સુવર્ણસિદ્ધ આદિ અનેક સમહાઓને સંતુષ્ટ કરનારી રંજનકારી રસકૂપિકાએ શોભી રહેલી છે, કમલેદય આપનાર મનેકંડ જ્યાં દિવ્ય દીપ્તિથી દીપી રહેલા છે. આ રમ્યરૈવતાદ્રિ એ છે કે, જેના સ્મરણ માત્રથી સુખસંપત્તિને સમાગમ થાય છે, ને જેના તરફ દૂરથી પણ દષ્ટિ કરવાથી વિપત્તિનું વિદારણ થાય છે. જે શુભ ધામમાં દેવાયેલાં દાન ને તપાયેલાં તપ સિદ્ધ તીર્થધિરાજની પેરે સમગ્ર સમૃદ્ધિ સાધક છે, તથા જે નગનાથનું શ્રી નેમીશ્વરજીને શરણ લીધું હતું તેને અન્ય જનેએ આશ્રય કેમ ન લે? તારા કે રત્નાકરની રેતિની સંખ્યા સમાન ગીર્વાણગુરૂ બૃહસ્પતિ રસના પામે, તે પણ તે આ વિશાલ અને વિખ્યાત ગિરિગુરૂના ગુણગણની ગણના ગણવા શક્તિમાન થાય નહિ. આવા દ્રવ્ય અને ભાવથી આનંદ આપનારા પવિત્ર રૈવતકગિરિ ઉપર પ્રાતઃકાળને રમણિય સમય થતાં તેના સુંદર અને ઉંચા શિખર ઉપર સૂર્યનાં સોનેરી કિરણે પડતાં ભગવાન સૂરિવર પિતાના પરિવાર સહિત ગિરનારની છેલ્લી યાને સાતમી યાત્રા કરવા વિચરતા હતા. તે પવિત્ર મહાત્માના પરિવાર ઉપરાંત યુવક શેકચંદ્ર, સત્યચંદ્ર, અને કેટલાએક ભાવિક ગૃહસ્થ પણ ચાલતા હતા. ગિરિવરના પવિત્ર સ્થળોના દર્શનની ભાવના ભાવતા તેઓ નિત્યના નિયમ મુજબ શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરમાં આવી તેઓ નીચેનું પદ્ય બેલ્યા હતા. * राजीमतियः प्रविहाय मोहं। स्थितिंचकारापुनरागमाय // जीवेषु सर्वेषु दयांदधान / स्तं नेमिनाथं प्रणमामि नित्यं // રામતિ પ્રત્યે મેહ તજીને, ફરીથી નહિં આવવા માટે જેમણે સ્થિતિ કરેલી છે, અને સર્વ ઇવેને વિષે દયાને ધારણ કરનારા એવા શ્રી નેમીનાથ પ્રભુને હું નિત્ય પ્રણમું છું.” આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ વિધિપૂર્વક વંદના, ચૈત્યવંદન વગેરે કર્યું હતું. ત્યાર પછી તે ટુંકમાં આવેલા બીજા ચિનાં દર્શન કરી,