________________ ( ર૫૬) આત્મોન્નતિ. એક જાતના દ્રવ્યના પરમાણુ અને વિજાતીય દ્રવ્યના પરમાણુઆ બેમાં અગોચર અંતર ઉપર આકર્ષણ થઈને જે તેનું રૂપાંતર થાય છે, તેને રસાયણ આકર્ષણ કહે છે. તે સ્નેહાકર્ષણ શક્તિ બધા પદાર્થમાં રહેલી છે. તેના વિરૂદ્ધ એક બીજી શક્તિ છે, તેને પ્રતિસારણ શક્તિ કહે છે. આ શક્તિ ઉષ્ણતાના જોરથી થાય છે અને સ્નેહાકર્ષણ શક્તિથી ઉલટું કામ કરે છે, એટલે નેહાકર્ષણ શક્તિ, પદાર્થના પરમાણુઓ એકત્ર કરે છે અને તે પદાર્થને આકાર થાય છે અને પ્રતિસારણ શક્તિ દ્રવ્યના પરમાણુ પરસ્પર એક બીજાથી દૂર કરે છે એટલે સૂમ પરમાણુ વિખરાઈ જવાથી તે પદાર્થ નાશ થયેલ માલમ પડે છે. આમ રસાયણશાસ્ત્ર કહે છે. પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે, એટલે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી. એવા અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય વિભાગને પરમાણુ કહે છે. આ પરમાણુઓ આપણા ચક્ષુથી દેખાતાં નથી. આવા પરમાણુ જગતમાં અને આકાશમાં બધે ભરેલા છે અને એકાકી કિવા સંયુક્ત એવા કેઈ પણ પદાર્થના પરમાણુ એટલે ઇન્દ્રિયગોચર એવા યેગને સમુદાય તેને અણુસંઘ કહે છે. ભદ્ર, વળી ઓકિસજન નામે એક વાયુરૂપી પાંસઠ તત્ત્વ પૈકીનું તત્વ છે, તે ફરીન શિવાય બધા તત્વની સાથે મળે છે. તેલ અને પાણી બે ભેગાં થતાં નથી, પણ તેમાં સાજીખાર અગર પાપડીઓ ખાર નાંખે તે એકંદર મળી જઈ તેને ગેળે થાય છે અને સાબુ બને છે. સુરાખારને તેજાબ કે જેને ઈંગ્લીશમાં નાઈટ્રક એસીડ કહે છે. તેમાં પૈસે નાંખવાથી ખદખદ થઈ લાલ ધુમાડે નીકળશે અને તે પૈસે ગળી જશે અને તેમાંથી જુદે ત્રીજે પદાર્થ ઉત્પન્ન થશે. અને અને કારનિક એસીડ મળીને આરસપહાણ થાય છે, તેમાં નાઈટ્રીક એસીડ નાંખવાથી આરસપહાણમાંથી કાબેનિક એસીડ નીકળી જશે અને ચુને બાકી રહેશે. કલેરીન અને સોડીયમ મળીને મીઠું થાય છે. ગંધક અને પારે એ બે મળીને હીંગળા બને છે. કારબોનિક અને ઓકિસજન-એ બે મળીને ચાક થાય છે. લેરીન, આમેનિયા, નાઈટ્રોજન અને હાઈડ્રોજન મળીને નવસાર થયેલ છે. લેઢાને સલ્ફયુરિક એસીડમાં નાખવાથી હીરાકસી તૈયાર થાય