________________ યાત્રા 6 ઠી, (255) સારાંશ કે, પદાર્થના ધર્મ અને રૂપનું બદલાવું, એ રસાયણ ક્રિયાનું મુખ્ય સ્વરૂપ છે. - ભદ્ર, તે રસાયનિક પ્રયોગ કરવા સારૂ તેમાં ઉષ્ણુતા, વિજળી, અજવાળું ઈત્યાદિ શક્તિઓને ઉપગ તેઓ કરે છે. આ જગતના બધા પદાર્થોમાં જે કાંઈ ફેરફાર થાય છે, તે આ શક્તિઓના ફેરફારથી થાય છે, તે કારણથી એ શક્તિઓને સૃષ્ટિ વેપારક કહે છે. વળી બધા પ્રાણીવર્ગમાંથી અને વનસ્પતિ વર્ગમાંથી બધા પદાર્થો ગરમીના જેરથી જુદા જુદા પડે અગર જુદા જુદા મળી ઘણુ પદાર્થો થયેલા છે, એવું સિદ્ધ થાય છે. ભદ્ર, તે રસાયણશાસ્ત્રના વેત્તાઓએ જગતના-દ્રવ્યના ચાર ધર્મો બતાવ્યા છે. પહેલે ધર્મ અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને છે. જેમ અધ રતિ સોનું લઈ તેનું પતરું કર્યું, તે પચાસ ચેરસ ઈચ જગ્યા રોકે છે. તેની અંદર બાવીશ લાખ બિંદુ નજરે પડે છે. વળી ગુલાબનું એક ટીપું હોય તે તેની વાસ બધે પ્રસરી રહે છે. બીજે ધર્મ પદાર્થનું અવિનાશિત્વ છે. કઈ પણ પદાર્થ સર્વથા નાશ પામતે નથી, માત્ર તેનું રૂપાંતર થાય છે. જેમ પાણીને બાળીએ તે તેની વરાળ થાય છે, એટલે પાણીને નાશ અને વરાળની ઉત્પત્તિ થાય છે. કાગળને કડકે બાળીએ તે કાગળને નાશ અને રાખની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યને ત્રીજે ધર્મ સ્નેહાકર્ષણ છે અને એથે ધર્મ પ્રતિસારણ છે. એવી રીતે જગના દ્રવ્યના ચાર ધર્મો કહેવાય છે. પ્રવાહી અને અપ્રવાહી. એ બંનેમાં નેહાકર્ષણ અને પ્રતિસારણ આ બે વિરૂદ્ધ શક્તિઓના ગિથી અતિ સૂક્ષમ પરમાણુઓ એકઠા થઈ મેટા મેટા ગોળા થાય છે. તે નેહાકર્ષણને લઈને થાય છે. આ નેહાકર્ષણ શક્તિ અચર-અંતર ઉપર ચાલે છે. તે શક્તિથી જે આકાર બને છે તેને જે શક્તિના વેગથી ગોચર અંતર ઉપર પરમાણુ અથવા પદાર્થ એક બીજા તરફ ખેંચાય છે તે શક્તિને ગુરુત્વાકર્ષણ કહે છે. બીજી એક કેશાકર્ષણ શક્તિ છે. તે શક્તિથી ઝાડનાં મૂળીયાં જમીનમાંને રસ ચુસી લે છે અને દીવાની અતી તેલ ખેંચી લે છે.