________________ (ઉપર) આત્મોન્નતિ, " यद्वार धर्मरहस्यस्य बोधिका शिवशोधिका / तत्पादयुगले नित्यं नतयः संतु भक्तितः " // 1 // જેમની વાણુ ધર્મના રહસ્યને બેધ કરનારી અને શિવ-મેક્ષની શોધ કરનારી છે, તે સૂરિવરના ચરણ યુગલને વિષે હમેશા ભક્તિથી નમસ્કારે છે. "1 આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓએ નમ્રતાથી જણાવ્યુંમહાત્મન, આપના આ ઉપદેશથી અમારા હૃદયમાંથી સર્વ શંકાઓ હર થઈ ગઈ છે. આહંત શાસ્ત્રમાં જે નિયમ બાંધેલા છે અને જે ધાર્મિક ક્રિયામાં મુકેલા છે, તેમના અંતરંગ હેતુઓ આપે ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે અને આહંત ધર્મની ક્રિયાની સાર્થકતા ખુલ્લી રીતે સમજાવી છે. આપે કરેલો આ મહાન ઉપકાર માવજછવિત અમારા સ્મરણમાં રહેશે અને આપે સ્થાપિત કરેલી ધર્મની અચળ શ્રદ્ધાથી અમે પરલોકમાં પણ સુખી થઈશું. " તે યુવકેનાં આ વચન સાંભળી મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા, " ભદ્ર, તમે ભવ્ય અને ઉપદેશના પાત્ર છે, તેથી તમેને ઉપદેશ આપતાં મને અતિ આનંદ થયે છે. જે ક્ષેત્ર સ્પર્શના હશે તે આવતી કાલે આ મહાનું તીર્થને વંદના કરી અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા છે. તમે હંમેશા આ ઉપદેશ સ્મરણમાં રાખજે. અને તમારા હૃદયમાં જે ભાવના પ્રગટી છે, તે ભાવનાનું સદા પિષણ કરજે. ત્રિકરણ શુદ્ધિથી સેવન કરેલો શ્રી વીર ધર્મરૂપી મહાન તમારા સંસારરૂપ અટવીમાં સાથે રહી તમારું રક્ષણ કરશે અને છેવટે તમને મુક્તિ નગરીમાં પહોંચાડશે. “તે ધર્મ દ્ધાથી તમને લાભ થાઓ.” મહાત્માનાં આ વચને સાંભળી તે તરૂણ યુવકે અંજલિ જેને બોલ્યા-“મહાત્મન, આપના હૃદયની શુદ્ધ આશીષ પ્રમાણે અમને સદા ધર્મ દ્ધાને લાભ થાઓ. એ ધર્મરૂપ દ્ધાને મેળાપ આપના પ્રસાદથી થયેલ છે, તેથી અમે આપ મહાત્માના યાવજછવિતા આભારી છીએ. - મહાત્મા, આપના જેવા ઉપકારી મહાપુરૂષને એગ અત્યંત દુર્લભ છે. પૂર્વના મેટા પુણ્યરાશિના વેગથીજ આપના જેવા મહા