________________ યાત્રા 6 ઠી. (247) સર જમવાને વેંકટરી નિયમ છે. રાત્રે જમવાથી જોઈએ તેટલું પાણી પીવાને વખત મળતું નથી અને હરફર કરવાની કોઈ પણ કિયા થઈ શકતી નથી, જમ્યા પછી તરતજ સુવાને વખત થાય છે, તેથી અજીર્ણ પેદા થાય છે. વૈદકના નિયમ મુજબ અજીર્ણથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. આવી રીતે રાત્રિ ભૂજન કરવાથી ધાર્મિક અને શારીરિક અનેક ગેરફાયદા છે. દિવસના ટાઈમસર જમવાથી શરીરમાં આરેગ્યતાને ફાયદે તુરત સમજાય છે, અને એ અનુભવ સિદ્ધ છે. આવું સમજવું એ સૂમ બુદ્ધિવાળાનું કામ છે. જેમાં સ્કૂલ બુદ્ધિવાળા છે, તેમને એ ઉપહાસ્યરૂપ લાગે છે. તેથી પરમાર્થ બુદ્ધિએ રાત્રિજનને ત્યાગ કરવાથી અસંખ્ય જીવોને અભયદાન દેવાના અનંત પુણ્યના ભાગી થઈને ઉભય લેકમાં ઉત્કૃષ્ટ સુખ પામી શકાય છે, આથી રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરવા શાસ્ત્રકારોએ કહ્યું છે. વળી રીંગણું, ડુંગળી, અને લશણ, ખાવાથી બુદ્ધિ બગડે છે– તામસ સ્વભાવ થાય છે. જેમ મદિરા પીવાથી બુદ્ધિ બગડે છે, તેમ એનાથી પણ બુદ્ધિ બગડે છે, એવું જ્ઞાની પુરૂષએ કહેલું છે. આ વિષે વિચાર કરવાથી ખરેખર જણાશે કે, જે લોકે માંસ મદિરા વાપરતા નથી, તેની દુર્ગધ તથા રૂપ દેખીને કેટલાએકને વમન થાય છે. આવા ખરાબ પદાર્થોને જે વાપરે છે, તેને દુર્ગધ યા દુાંછા લાગતી નથી તે ખાવાને લલચાય છે. વિચાર કરે કે, આપણે પણ માણસ અને તે પણ માણસ, આનું કારણ શું? ઉત્તમ ચીજે પડતી મૂકી આવી ખાવાની ચીજે ઉત્તમ મનુષ્ય પસંદ કરે તે પછી તેની બુદ્ધિ નિર્મળ શી રીતે હોઈ શકે? કહેવત છે કે, “અન્ન એ ઓડકાર એટલે જેવું ભેજન તેવી બુદ્ધિ.” તેમજ ડુંગળી, લસણની દુર્ગંધ પણ તેના જેવી જ છે તથા રૂપ પણ તેવું જ છે. જે લકે તેને વાપરતા નથી, તેઓને આ ચીજો વપરાએલી જોઈ દુર્ગછા થાય છે, અને વાપરે છે તેને ખાવાની હેશ થાય છે. તેનું કારણ ગધ ગઈ નહિ પણ સઈ ( સહી). તે આ ઉપરથી સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે સમજાય કે જે મહા જ્ઞાની પુરૂષોએ જે ખાવાને નિષેધ કરલે છે, તે આપણા દુઃખને માટે નહિ, તેઓ આપણા