________________ યાત્રા 6 કે. (245) જીવે છે, તે શા માટે ખાઓ છે? આવી રીતે ઉપહાસ્ય પૂર્વક ઘણું પૂછનારાને, જે સમજ ન હોય તે તેમના મનનું સમાધાન તેઓ કરી શકે નહિ. એ બધા તે એમજ સમજે છે કે, “માણસના સુખને અર્થે ઈશ્વરે આ બધું પેદા કરેલું છે અને જેની નથી ખાતા તે ગાંડા છે.” પરંતુ આ વિષે વિચાર કરવામાં આવે અને ધર્મ શાસ્ત્રના યથાર્થ જ્ઞાતા બને તે તેમને પછી હસવાનું કારણ ન રહે. જે તેઓ પિતાના શાસ્ત્ર તપાસે તે તેમને માલમ પડે કે, તેમાં પણ એ બાબત નિષેધ કરેલ છે. ઘણાઓએ પિતાનાં શાસ્ત્ર વાંચેલાં નથી, તેમ સાંભળ્યાં પણ નથી. જેમણે શાસે વાંચ્યાં હાથ કે સાંભળ્યાં હોય તેવા તેમના ઉપદેશકે પોતે પણ ઇન્દ્રિયોના વશથી તેને ત્યાગ કરી શક્તા નથી એટલે તેઓ બીજાઓને ઉપદેશ શી રીતે કરી શકે? તેને માટે “પથી માંહેલાં રીંગણું” એ કહેવત પ્રસિદ્ધ છે. પિથીમાં વાંચે કે સાંભળે કે, રીંગણું ખાવાં નહિ. પણ તે જીભના સ્વાદથી છુટે નહિ, તેથી તેમનું એવું જ્ઞાન હોય તે પછી તેઓ બીજાને શું ખરે પરમાર્થ બતાવી તે છોડાવી શકે, પરંતુ જેઓ શાએ ભણું શાસ્ત્રમાં કહ્યા મુજબ વર્તે છે, તેઓ જ તે હદયભેદક ઉપદેશ પણ કરી શકે છે અને તેની અસર સાંભળનારને થાય છે. રાત્રિભેજનના નિષેધ વિષે પદ્મપુરાણમાં કહ્યું છે કે" अस्तंगते दिवानाथे आपो रुधिरमुच्यते / अन्नं मांससमं प्रोक्तं मार्कंडेन महर्षिणा // 1 // चत्वारो नरकद्वाराः प्रथमं रात्रिभोजनम् / परस्त्रीगमनं चैव संधानाऽनंतकायिकाः॥२॥ માર્કંડ ઋષિ કહે છે કે, દિવસને પતિ સૂર્ય અસ્ત પામે તે પછી જળ રૂધિર કહેવાય છે અને અને માંસના જેવું ગણાય છે, એટલે સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું, એ રૂધિર પીવા જેવું અને ખાવું, તે માંસ સમાન છે. - નરકનાં ચાર દ્વાર છે. પ્રથમ રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બેજ અથાણું અને ચોથું અનંતકાય કંદમૂલ ખાવાં તે.