________________ (244). આત્મન્નિતિ, છું” એમ વર્યો, અને તેથી અનેક જન્મમાં અનેક કર્મો કર્યા અને તે એટલાં થયાં છે, તેને પાર જ નહિ. એમ સમજી હવેથી આ માનવ દેહમાં એવું બીલકુલ ન થવા દેવું, એટલે પહેલા તે જે ભ્રાંતિ છે કે, “દેહ તે હું છું” તે બ્રાંતિ દૂર કરવી. “આ દેહને કેણ જાણે છે?” એમ પ્રશ્ન પૂછીએ “એ જાણનાર હું છું.” એ વાત બહુજ દઢપણે રાખી એ જાણનાર એટલે કે, દેહ છે તેને જાણનાર તેનાથી છુટે છે, એમ જોવું, જાણવું-સમજવું. છેવટે અનુભવાશે કે “મલિન એ દેહ હું નથી” તે ત્રણે કાળે પણ નથી. પૂર્વે “હું” એમ ભુલથી જેમને આ દેહ જણાય છે, તેજ હું સમજ્યા, પણ હવે જાણનાર હું એમ સમજું છું. આવી સમાજરૂપી કતક ફળ મનરૂપ જળમાં પ્રવિષ્ટ થયું કે તરતજ મળ ત્યાંથી દૂર થઈ પરિણામે વિશુદ્ધિ થશે; અને એ વિશુદ્ધ થયું કે પિતે સ્ફટિકસમ નિર્મલજ જણાશે. એમ થતાં દેહની મલિનતા અને આત્માની નિર્મલતા હસ્તામલકત થઈ રહેશે. જેમ હંસ પિતાની ચાંચના પ્રભાવે દૂધ અને પાણી ક્ષણમાં જુદા કરી નાંખે છે, તેમ જીવત્વને અનુભવને આ જીવ પિતાની વિવેકરૂપી ચાંચથી અવરૂપી જળને જીવરૂપી દૂધથી દૂર કરી પિતે એ શુદ્ધ જીવરૂપઆત્મરૂપ થઈ રહેશે, કારણ કે, સકર્મ જીવ પાણી સાથે ભળેલા દૂધ જેવું લાગે છે અને નિષ્કર્મ થયેલે જીવ પણ રહિત દૂધના જે નિર્મલ જણાય છે તેથી નિષ્કર્મ જીવને જ “શુદ્ધ આત્મા” કહેવાય છે. જેમાં રાત્રિભેજન, કંદમલ, વેંગણુ વગેરેને ત્યાગ હોય છે, તેનું કારણ બીજા બધા ધર્મવાળાઓ કંદમૂલ વેગણ ખાય છે અને રાત્રિ ભોજન કરે છે, પરંતુ જૈનધર્મીઓને એ બાબતને નિષેધ છે, તે જોઈ કેટલા એક બંધુઓને જૈનધર્મની વિચિત્રતા લાગે છે અને તેઓ જેને ઉપહાસ્ય કરે છે. તેઓ જેનીઓને ઉપહાસ્યથી પૂછે છે કે, તમે કંદમૂલ વેગણ કેમ ખાતા નથી? તેના ઉત્તરમાં જૈનીઓ કહે છે કે, તેની અંદર ઘણું જીવે છે. ત્યારે તે લેકે કહે છે કે, અનાજમાં પણ