________________ યાત્રા 6 ઠી. (ર૪૩) રૂધિર, માંસ, અને હાડ વગેરે અતિ અનિષ્ટ પદાર્થો બહાર પણ કેને નથી દેખાતા? આવું ચામડાનું શરીર અને તેમાં રહેલા દુર્ગધી મળેને જોઈ ને નિર્ભત્મા નહિ થઈ હોય? પરંતુ “ધ ગઈ કે ગંધ સહી” એ કહેવત પ્રમાણે વારંવાર આવું જોયા છતાં જીવ શરીરરૂપ ઘડામાં રાગ મોહ કરી રહ્યા છે. આશ્ચર્યતા એ જ છે કે, તિર્યંચ જાતિના ડુકર, કાગડા, ગીધ, માખી જે ઉચ્છિષ્ટ પદાર્થોને સેવે છે, તેમ આ પંચેન્દ્રિય એટલું જ નહિ પણ શુભ કર્મને વિશેષ ઉદય લેવાથી મનુષ્ય થાય છે, તેમ છતાં પણ તેને ઉચ્છિષ્ટ સેવનની ટેવ ગઈ નહિ. જાણે કે, તે મનુષ્ય પ્રાણી પૂર્વના તિર્યંચના ભવની ટેવ પ્રમાણે વસ્તી એવા અવતારને સેવન કરી પાછે ત્યાંજ જવાને પુનઃ યત્ન કરતે હેય? તેમ તે એવા દુર્ગધી દેહમાં રાગ કરી રહ્યો છે. ભદ્ર, કેટલાએક આ અશુચિ પદાર્થોથી ભરેલા અને તેવા પદાર્થોથી બનેલા આ દેહને સ્નાન કરવાથી પવિત્ર થયેલ માને છે, પણ તેમણે વિચારવું જોઈએ કે, સેનાના ઘડામાં પણ આપણા શરીરમાંથી નીકળતા પદાર્થો ભરી તેનું મેં બંધ કરી ઝીણાં છિદ્ર રાખ્યાં હોય અને પછી તે ઘડાને ઘસી ગંગાજળ જેવા નિર્મળ જલથી સાફ કરવામાં આવે તે તે શું પવિત્ર થઈ શકે? કદિ પણ થઈ શકશે નહિ. તે પછી આ શરીર કે જે સઘળાં અપવિત્ર પદાર્થોનું બનેલું છે, અને અશુચિ પદાર્થોથી ભરેલું છે અને ચામડાંથી મઢેલું છે, તે પવિત્ર કેમ થઈ શકે? શાસ્ત્રકારોએ દેવપૂજન વગેરે કાર્યોમાં સ્નાનથી દેહની બાહ્ય શુદ્ધિ અને શુદ્ધ ભાવનાથી અંતર શુદ્ધિ કરી ભગવંતની પૂજા કરવા કહેલું છે એટલે અંતરની શુદ્ધિને માટે બાહ્ય શુદ્ધિની જરૂર છે. સ્નાન કરવાથી શરીર ઉપરને મેલ તથા દુર્ગધિ દૂર થાય છે અને તે થયા પછી ભગવંતની પૂજા કરતાં અંતરની શુદ્ધિ કરવી જોઈએ એટલે મનના મલિન વિચારે દૂર કરી ભગવાનના ગુણોનું ધ્યાન કરવું, એમ કરવાથી અપવિત્ર દેહ પવિત્ર થાય છે, પણ અંતરને મેલ દૂર કર્યા વગર બાહેરના મેલના નાશથી શરીર પવિત્ર થતું નથી, એ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવાનું છે. એવા મલિન દેહને સ્થિતિ બ્રાંતિથી “હું” એમ સમજી આત્મા–પિતાને “એ મલિન દેહ હું