________________ આત્મન્નિતિ, વિષય અત્યંત જાણવા જેવો છે, તે સાવધાન થઈને સાંભળે. ભવ્ય જીવે “હું આ દેહથી ભિન્ન છું” તેને વિચાર આ પ્રમાણે કરે તે વિષે એક ભાષા કાવ્ય કહેવાય છે. मलधर सम अति मलिन तन, निर्मल आतम हंसः एवो अनुभव कर सदा, जाय कर्मनो वंश." 1 ભાવાર્થ-આ દેહ કે જે મળથી ભરેલું છે તેને જે, અને તેને જાણનાર નિર્મળ એવા આત્મારૂપી હંસ જે. પછી અનુભવ કરી જો કે, દેહ કે મલિન છે? આત્મા કે નિર્મળ છે? એમ અનુભવ કરતાં કરતાં દેહની મલિનતા અને આત્માની નિર્મળતા જણાઈ રહેશે. અને તેથી કર્મની પરંપરા પણ જતી રહેશે” 1 ભદ્ર, આને પરમાર્થ એ છે કે, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, નસ, વીર્ય, લીંટ, મળ, મૂત્ર એ અશુચિ પદાર્થો શરીરરૂપી ઘડામાં ભરેલા છે, તેથી તે કાદવ-અશુચિને ઘડે છે. જેમાં માટી કે તાંબા પીતળના ઘડામાં ભરેલી જળ કે કાદવની વસ્તુ બહેરથી જેનારને દેખાય નહિ, તેમ ચર્મથી મઢેલા આ શરીરરૂપી ઘટમાં એ મળો ભરેલા હોવાથી બાહર જેનારને તે દેખાતા નથી, જેને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે - " તો ર o au સર્વરા મવેર . “જે દેહ ચર્મથી ઢંકાએલે ન હોત તે તે સદા અસ્પૃશ્ય થાત.” પરંતુ જે તે ઘડાને મુખથી અંદર જે હોય તે માલુમ પડે કે, ઘડામાં શું ભરેલું છે? અથવા ઘડાના નીચેના છિદ્રમાંથી શું વહે છે–ગળે છે ? તે જોતાં મળે દેખાઈ આવી જુગુપ્સા થાય. તેમ શરીરરૂપી ઘટની અંદર સુખ, નાક વગેરે છિદ્રમાંથી નીકળતા મળે જેવામાં આવે છે, તેની અંદર તે હંમેશા ભરેલાં જ છે. જે નાક દુગધને ઈછતું નથી, તેજ નાક દુર્ગધ અને અસુંદર એવું લીંટ વારંવાર બહાર કાઢે છે. જીભને મિષ્ટ પદાર્થો ખવરાવ્યા હોય, દુધ વગેરે મધુરપાન કરાવ્યા હોય છતાં મહા દુર્ગધી વિષ્ટા અને મૂત્ર રૂપે તે પરિણમી બાહર કાઢે છે, એ કોનાથી અજાણ્યું છે? વિષયાદિકના સેવનથી કે પદાર્થોના અતિભેગથી રેગ થયે તે રસ,