________________ યાત્રા 6 ઠી, (241) તેની સાથે ચૂંટશે; તેવીજ રીતે આત્મામાં જ્યારે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ત્યારે આત્માની સાથે કર્મ ચીકટાઈને એકમેક થાય છે, માટે રાગદ્વેષ ન થાય તે ઉદ્યમ કર જોઈએ. રાગ, દ્વેષ કે મેહને ઘટાડવાને જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ કર્મને બંધ પણ ઘટતું જાય છે અને જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ થાય છે, ત્યારે કર્મથી નિર્મુક્ત થઈ મેલ પમાય છે. ભદ્ર, આત્મન્નિતિને એથે માર્ગ કેધ, માન, માયા, લોભ, કામ અને અહંકાર એ અંતરના છ શત્રુઓને જીતવા તે છે. જેઓ આ છ અંતર શત્રુઓને જીતી શકે છે, તેઓ કર્મજાળમાંથી મુક્ત થઈ શકે છે. ભદ્ર, આમેનતિને પાંચમે માર્ગ એ છે કે, આ સંસારનાં ઇદ્રિયજનિત સુખને જ્ઞાનથી વિચાર કરતાં તે વિનાશી, પરિણામે દુઃખદાયી અને કર્મોનું બંધન હેઈ દુર્ગતિને હેતુ છે એમ જણાય છે તેથી તેનાથી ઉદાસીન રહેવું. તેમ કરવાથી રાગદ્વેષ ઘટે છે અને કર્મના બંધ થતાં અટકે છે. ભદ્ર, આત્મોન્નતિને છ માર્ગ કેવલજ્ઞાની (સર્વજ્ઞ)ના ભાખેલા (કહેલા) વચને સત્ય છે, તેમને પ્રરૂપેલે ધર્મ સત્ય છે એ દઢ નિશ્ચય કરે. ભદ્ર, છેલ્લે અને સાતમે આત્મોન્નતિ. ને માર્ગ ગુરૂભક્તિ, પ્રભુની પૂજાભક્તિ, સામાયિક અને પ્રતિક્રમણ વગેરે છ આવશ્યક કરવાના છે. ભદ્ર, આમેન્નતિના આ સાત માર્ગ મુખ્ય છે, તેને મન વચન અને કાયાની શુદ્ધિથી આદર કરે. તે વિષે આપણા જેન આગમમાં વિસ્તારથી કહેલ છે, તે હું કઈ પ્રસંગે કહીશ. મહાત્માનાં આ વચને સાંભળી યુવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર અત્યંત આનંદ મગ્ન થઈ ગયા. તેમણે ભાવનાના ઉલ્લાસથી આ પ્રમાણે જણાવ્યું, “મહાત્મન્ , આપે આમેન્નતિના સાત માર્ગને જે ઉપદેશ આપે, તે સાંભળી અમે કૃતાર્થ થયા છીએ. હવે કૃપા કરી આત્માના સ્વરૂપને માટે જરા વિવેચન કરી સમજાવે, એટલે અમે વિશેષ કૃતાર્થ થઈએ. જે આત્મા આ દેહથી ભિન્ન છે, તેવી માન્યતાની સત્ય સિદ્ધિ શી રીતે સંભવે છે? તે વાત આપ મહાનુભાવના મુખથી સાંભળવાથી અને મહાન લાભ થશે.” ઉભય તરૂણ યુવકના આ પ્રશ્નથી પ્રસન્ન થયેલા મહાત્મા આ પ્રમાણે છેલ્યા-ભદ્ર, જેને માટે તમે જિજ્ઞાસા ધરાવે છે, તે