________________ ( ર૩૮) આત્મન્નિતિ, મટાડે છે ત્યાં સુધી તે હણવાને જ. માટે ભૂખ ખાવાથી મટશે નહિ, પણ નહિ ખાવાથી મટશે. ભૂખને શાંત કરવા બીજા જીવોનું હનન કરવું કે કરાવવું, તે ભૂખને મટાડવાને ઉપાય નથી પરંતુ ભૂખનું જ હનન કરવાથી કે કરાવવાથી ભૂખ પિતાની મેળે જ મટી જશે. ભૂખ મટાડવાને તેજ મહાન ઉપાય જગપિતા શ્રી મહાવીર પ્રભુએ આગમને વિષે દર્શાવે છે. તેઓ એવું ઉત્તમ ઔષધ આપે છે કે, જેથી ભૂખનું દુઃખ જરા પણ ન રહે અને તે સમૂળગું ચાલ્યું જાય છે. જે બીજાનું હનન કરવા-કરાવવાથી દુઃખ મટાડવું છે, તે ક્ષણવાર મટવાનું છે. તે દુઃખ મટયું જ કહેવાય નહિ. દાદરને જરા વાર ઘસીએ તેથી શું તે મટી કહેવાય? પણ તે ઉલટી વધીને વિશેષ પીડા કરે છે. વળી કઈ મહાન રોગ થયો હોય, તે ઉપર વૈદ્ય કઈ તાત્કાલિક પીડા મટાડે તેવું ઔષધ આપે અને તેથી પીડા નરમ પડે, પાછી અમુક વખત પછી તેવીને તેવી જ પીડા વધે તેથી શું તે ઔષધથી દુઃખ મટયું કહેવાય? પરંતુ જે ઔષધ ખાવાથી ફરી પીડા ન થાય તે જ ખરું ઔષધ કહેવાય. જગત્પતિ મહાવીર પ્રભુ રૂપી વૈદ્યની દવા એવી અસરકારક છે કે જેથી ભૂખ રૂપી વ્યાધિ સમૂળગે ચાલ્યા જાય છે. ભદ્ર, તેથી દરેક જીવે તે ભૂખ રૂપી મહા રગને સમૂળગે નાશ કરવા બીજા જીવોની રક્ષા કરવી જેઈએ. જે જીવ જેટલી બીજા જીવની રક્ષા કરે છે, તેટલી તેની રક્ષા થવાની છે. જે જીવ આ ભવમાં લાખો ને હણી રહ્યા છે, તેમાંથી તેણે પિતાની શક્તિ ફેરવી બને તેટલી જીવની રક્ષા કરવી જોઈએ. જે જીવ બીજાની હિંસાથી નિવૃત્ત થાય તે તે ભવાંતરે નીરોગી શરીર પ્રાપ્ત કરી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાને સમર્થ થઈ શકે છે. અને પરંપરાએ તેની મહા સુધાને તદન નાશ થઈ જાય છે અને છેવટે તે મેલગામી થાય છે. ભદ્ર, જે જીવનું આ કાળમાં બીજાથી મરણ થાય છે, તેનું કારણ એજ કે, તે ગત કાળમાં બીજાનું મરણ કરતું હતું. જે મારે નહિ કે મરાવે નહિ, તે તે તેમ મરે નહિ કે મરાય નહિ. જે દીર્ઘ આયુષ્યની ઈચ્છા હોય તે જીવે બીજાના જીવને હણવા નહિ. ભદ્ર, દરેક મનુષ્ય જ કહેવું જોઈએ કે, મr itવાર આ