________________ (236) આત્મોન્નતિ. તેની તપાસ કરી યતનાપૂર્વક વર્તવું, એ વિચારવંત મનુષ્યની ફ રજ છે. તે ફરજ ભુલી જઈએકદમ ચુલામાં અગ્નિ પ્રગટાવી રસેઈનું કામ શરૂ કરવામાં આવે કે ગમે તે સ્થળેથી ગમે તે વસ્તુ જોયા સિવાય લેવા મુકવા ઉપયોગ કરવામાં આવે છે તેથી જે જીવ બળી મરે અથવા હણાઈ જાય તેમને કેટલું દુઃખ થતું હશે ? શું આપણે આપણે પણ સૂક્ષ્મ જંતુ બનીને તેવી સ્થિતિમાં આવવાના. એ કર્મને કાયદો છે, માટે જીવેને બચાવવા જયણા કરવી. જયણાને ધર્મની માતા કહેલી છે. ભદ્ર, આ જગતના છ હમેશાં સંસાર-વ્યવહારના ફંદમાં ફસી પડેલા છે અને ફરી પડતા જાય છે. પિતાનું હિત શું છે? તેથી તેઓ તદન અજ્ઞાત રહે છે તેથી તેઓ આ ભવભવ ભટકી રહ્યા છે. પરમાર્થે તેઓ આ જગતમાં અહિં તહિં રઝળ્યા કરે છે, તેનું કારણ માત્ર એ જ છે કે, તેઓ પોતાનું હિત શું છે? તે જાણતા નથી. અને જે જણાવે છે તે માનતા નથી. ફક્ત જે કાળે કાંઈ દુઃખ થયું, તે કાળે તે દુઃખ કેમ મટાડવું? તેને માટે પૂરતે વિચાર કર્યો વિના જેમ તેમ કરીને તે મટાડવું, એવી ધારણાથી તે અજ્ઞાન રહી દુઃખ મટાડવાના ઉપાય જવામાં મહાન અવળું પરિણામ ઉપજાવે છે. જેમ માણસને અતિ ભૂખ લાગી તે ભૂખનું દુઃખ મટાડવાને બીજા જીવના પ્રાણ હરણ કરી પોતાનું દુઃખ મટાડયું. કઈ પંચેન્દ્રિય પ્રાણને, કેઈ ચેરિટ્રિયને, કેઈ તેરિદ્રિયને, કેઈ બે ઇદ્રિયને અને કેઈ એકે દ્રિયને પિતાના પ્રાણને અર્થે હણે છે યા હણાવે છે. આમ પહેલું તે ભૂખનું દુઃખ મટાડવાના ઉપાયમાં બીજાના પ્રાણ લેવા પડયા, ત્યારે તેની ભૂખ મટી, પરંતુ વિચાર કરે કે આ ઉપાયથી તમારી ભૂખ મટી છે? જે કેઈના પ્રાણ લેવાથી ભૂખનું દુઃખ સદાને માટે મટી ગયું હોય તે પછી એવી પ્રાણારક ભૂખ ન લાગવી જોઈએ, પરંતુ તે તે ભૂખ તેમજ રહેવાની. ત્રણ ચાર કલાક થયા કે પાછું ભૂખનું દુઃખ હતું તેજ રહેવાનું. એકવાર શું આ ભવમાં અનેકવાર ખાધું, તથાપિ ભૂખ મટી જ નહિ. ઈતર જન્મમાં પણ છવ હણી અને હણાવી ખાધું, તેપણે ભૂખનું દુઃખ