________________ યાત્રા 6 ઠી. (ર૩૩) પર્યાય શબ્દો છે. મરવા અથવા મરવાની ક્રિયા ચિતન્ય રહિત જડને લાગુ પડતી નથી, પણ જ્યાં જીવનને સંભવ છે, ત્યાંજ મરણને સંભવ છે. માટે કઈ પણ પ્રાણ ધારણ કરનાર પ્રાણીને વધ કરે તે હિંસા કહેવાય છે. તત્ત્વાર્થ ભાષ્યમાં હિંસાના સ્વરૂપને નિર્ણય કરતાં લખ્યું છે કે,–“અમનાબાપપપ હિંસા” % પ્રમાદથી પ્રાણ ત્યાગ કરાવે તે હિંસા કહેવાય છે.”. પાંચ ઇંદ્રિયે, મન, વચન, કાયા–આ ત્રણ પ્રકારનું બળ, શ્વાસ અને આયુષ્ય-એ દશ પ્રાણ કહેવાય છે, તેને વિયેગ કરાવે, તે હિંસા અને તે હિંસાને પ્રતિપક્ષ તે અહિંસા, અર્થાત્ કઈ પણ પ્રાણીને ઘાત કરવાથી નિવૃત્ત થવું, તે અહિંસા કહેવાય છે. દશ પ્રાણેમાંથી કઈ પણ એક પ્રાણને ઘાત કરવાથી હિંસા થાય છે, માટે જે જે પાપના સ્થાન કહેલા છે, તે સર્વ હિંસાના પર્યાય છે, એટલે જુઠું બોલવાથી બીજાના ભાવ પ્રાણ દુઃખાય તે પણ હિંસા છે, ચેરી કરવાથી પણ ભાવ પ્રાણને ઘાત થાય છે, પરસ્ત્રી ગમનથી પણ તે સ્ત્રીના સંબંધીઓના ભાવ-પ્રાણને ઘાત થાય છે, પૈસાના ભથી વિશ્વાસઘાત તથા કુડ-કપટ વગેરેથી પણ ભાવ પ્રાણને ઘાત થાય છે. કેધ, માન, માયા, લેભ, દ્વેષ, કલહ, કુડુ આળ દેવું, પિશુનતા, રતિ, અરતિ, શક, ભય, દુગછા, નિંદા, અને બીજાના અવર્ણવાદ બોલવા એ બધાથી પિતાના તથા પારકા મનની લાગણી દુઃખાય છે તે હિંસા છે, માટે જ તેમને પાપસ્થાનકમાં ગણેલા છે, તેથી સર્વ જીવ ઉપર દયા રાખવી એજ ધર્મ તથા આત્મન્નિતિને મુખ્ય માર્ગ છે. ભદ્ર, સર્વ જીવોની ઉપર કરૂણાદષ્ટિથી જોવું, કેઈનું અશુભ કરવું નહિ, તેમ અશુભ થવાની ઈચ્છા પણ કરવી નહિ. કદિ કેઈ આપણું અહિત કરે તેનું પણ ભલું ઈચ્છવું; કારણક, બીજાના કરવાથી આપણું બુરું થતું નથી, પણ આપણા પાપના ઉદયથી જ આપણું અશુભ થાય છે. જે કઈ બીજે માણસ આપણું અશુભ કરે છે, તે તે માત્ર નિમિત્તરૂપ બને છે, પણ આપણું અશુભ થવાનું હતું, તેથી થાય છે. બીજા કેઈથી આપણું અશુભ થતું નથી, એ નિશ્ચયથી સમજવું. તેમજ બીજાઓનું ભલું કરવાથી જ આપણું ભલું થવાનું છે અને બુરું કરવાથી બુરું થવાનું છે, એ વાત નક્કી છે.