________________ (ર૩ર ) આત્મોન્નતિન નથી, કારણ કે મરણ પછી તે કાંઈ કામ લાગતી નથી, પણ જે તેને કોઈ જીવિત દાન આપે તે તેને કેટલે આનંદ થાય? તેને વિચાર સિાએ કરે. ભદ્ર, સર્વ ધર્મોના કરતાં જૈન ધર્મ તે ખાસ અહિંસાના ત ઉપરજ રચાએલો છે. તેમ વળી દરેક ધર્મનું મૂલ તત્વ અહિંસાજ હોવું જોઈએ, એમ યુક્તિપૂર્વક સાબીત થાય છે. આ જગતમાં દયાથી રહિત બીજે કઈ ધર્મ હોઈ શકે જ નહિ; અને કદિ હોય તે તેને ધર્મ કહે, એ ન્યાય દષ્ટિથી ઉલટું છે. ભદ્ર, જૈન દર્શનના એક આગમ દશવૈકાલિક સૂત્રના પ્રથમ ગ્રંથના મંગળાચરણમાં “આ જગતમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગળ છે, અર્થાત્ પ્રાણુને ધર્મજ સર્વ પ્રકારના મંગળ રૂપ છે અને તે ધર્મ અહિંસામયજ હવે જોઈએ. અન્ન, પાણી, વસ્ત્ર, સ્નાન, વિલેપન, શય્યા, પુષ્પ વગેરે સાધનેથી ઉત્પન્ન થતા સુખમાં અને વધ બંધનાદિકથી ઉત્પન્ન થતા દુઃખમાં પિતાને જેમ સુખનાં સાધને પ્રિય છે, અને દુઃખનાં સાધને અપ્રિય છે, તેવી રીતે બીજા જેને માટે વિચારી અન્ય કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ભદ્ર, તત્વજ્ઞાનથી વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ જગતના કુંથવા તથા કડીથી માંડીને કુંજર સુધીના સર્વ ન્હાના મેટા પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને મનુષ્યએ સર્વના જીવ સરખા છે અને જેવી મનુષ્યને સુખ દુઃખની લાગણું થાય છે, તેવી જ સર્વને થાય છે, તેથી સર્વ પ્રાણીઓને સમાન ગણવાની દષ્ટિ સંપૂર્ણ રીતે પ્રગટે અને “સામવત્સર્વ ભૂતેષુ” એ વાક્યની રમણતા થઈ સર્વ જીવોને પિતાના સદશ જુવે-ગણે અને તે પ્રમાણે વર્તે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે; માટે અહિંસા એ સર્વોત્તમ ધર્મ છે. તે સર્વ મનુષ્યને આદરણીય ગુણ સમૂહમાં અગ્રપદને લાયક છે. ભદ્ર, મૂળ સંસ્કૃત હિં ધાતુ ઉપરથી હિંસા શબ્દ બનેલ છે. તેને અર્થે મારવું, એ થાય છે. વધ, ઘાત, સંહાર એ બધાં તેના