________________ ( 226) આત્મતિ, અને તેથી વિશેષ પાપને ઉપાર્જન કરે છે. જે દુઃસ્થિતિમાં રહી જુઠા બોલવાના ધંધા, બાલહત્યા, સ્ત્રી હત્યા અને મુનિ હત્યા તથા બીજા અનેક પ્રકારની હિંસા કરવાના ધંધા કરવામાં આવે છે, તે સર્વ પાપાનુબંધી પાપ કહેવાય છે. એવા પાપાનુબંધી પાપ કરી છવા નરક અને તિર્યંચના દુખે ભગવે છે. ટાઢ, તડકે, સુધા, તૃષા વગેરે અનેક પ્રકારના દુખેથી તેઓ અત્યંત પીડિત થાય છે. - ભદ્ર, આ ઉપરથી સમજાયું હશે કે પુણ્ય અને પાપ એ વિચાર રૂપ લેશ્યાઓનું જ ફળ છે. કલ્યાણની ઈચ્છાવાળાએ પિતાના હૃદયમાં શુદ્ધ વિચાર જાગૃત કરે, કારણ શુદ્ધ વિચાર એ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે. કર્મ રૂપી બળતા અગ્નિને બુઝવવામાં શુદ્ધ વિચાર એ મેઘના જળની વૃષ્ટિ સમાન છે. ભદ્ર, આ ઉપરથી દયા ધર્મની સિદ્ધિ થાય છે. સર્વ જીવ ઉપર દયા રાખવી એ સર્વ ધર્મોને મૂળ પાયે દયા ઉપર છે. જે જે ધર્મ કૃત્ય કરવાને કહેલાં છે, તે સર્વ દયાને માટે જ છે. અન્ય ધર્મીઓના વેદમાં પણ એવું વચન છે કે, “દ્ધિાપો ધર્મ” અહિંસા એજ મેટે ધર્મ છે.” વૈષ્ણવ ધર્મના પ્રખ્યાત ભક્ત તુલસીદાસ કહે છે કે - દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ” 1 ઈસ્લામી ધર્મમાં પણ દયાને મુખ્ય ગણેલી છે. એ લેકે દયાને “રહિમ' કહે છે. એ રહિમને લઈને તેમના પરમેશ્વર “રહિમાન” કહેવાય છે. તેમના શાસ્ત્રમાં લખે છે કે - “ન સી થી લાખે રિવા માં તુર जेब हरेबा हय म जेबे हरे तूयूर." તું તારા પેટમાં પશુ પક્ષીઓની કબર કરીશ નહિ, અર્થાત્ પશુ પક્ષીઓને મારીને ખાઈશ નહિ. - પારસી શહેનશાહ ગુસ્તાપરને દીકરે અસ્પદીઆર જ્યારે હિંદુસ્તાન ખાતે લડાઈ કરવા આવ્યું, ત્યારે તેણે હિંદુ રાજાને ધર્મ સમજાવતી વખતે કહ્યું હતું કે, “અમારે જરસ્તી ધર્મ