________________ યાત્રા 6 ઠી. (25) જીવોને એશઆરામ ભેગવતા જઈ બીજાઓ કહે છે કે, “જુવે ભાઈ ધર્મીને ઘેર ધાડ અને પાપીને ઘેર કુશળ. આવા પાપીઓ મજાહ ભેગવે છે અને ધમીઓ દુઃખી થાય છે.” આ તેમનું કહેવું અજ્ઞાન ભરેલું છે. તેવાઓને એટલું જ કહેવાનું કે, ભાઈ, તેવા જી હાલ આગલાં પુણ્યનું ફળ ભેગવે છે, તેથી સુખી દેખાય છે, પણ તે પાપનાં ફળ તેમને પરભવે અવશ્ય ભેગવવાં જ પડશે. પરલેકમાં પિપાબાઈનું રાજ્ય નથી કે ચાલ્યું જાય. ભદ્ર, ઉત્તમ મનુષ્યએ પાપીઓને સુખી કે સત્તાધારી જેઈ પિતાના મનને ધર્મથી ચળિત કરવું ન જોઈએ-ધર્મ કૃત્યથી ભ્રષ્ટ થવું ન જોઈએ. તેમણે પિતાના મનમાં નિશ્ચયપૂર્વક વિચાર કરે કે, સારા વિચારે અને સારા કૃત્ય તથા નઠારા વિચારે અને નઠારા કૃત્યેનાં ફળ ભેગવ્યા વિના છુટકેજ નથી. સારાનરસાં ફળ અવશ્ય ભોગવવાંજ પડે છે. કસાઈઓ બકરાઓને સાથે સારો ખોરાક ખવરાવે છે, અને તેથી તેઓ મસ્તાન બની જાય છે, પણ તેમનું મસ્તાનપણું થોડા દિવસને માટે છે, એમ સમજી લેવું. થોડા દિવસમાં જ તેમનાં પ્રાણ હરણ કરવાના છે. તેવી રીતે કે અધમ–પાપી અકૃત્ય કરતાં હોય અને સુખ ભોગવતાં હોય પણ સમજવું કે, છેવટે પુણ્યને ઉદય બંધ થતાંજ કસાઈને બકરાંના જેવા તેમના હાલ થવાના. તે પાપી છે અને મૃત્યુ પામીને તિર્યંચ નરકાદિકની ગતિમાં જવાના અને ત્યાં ભયંકર દુખે ભેગવવાના. ભદ્ર, આ ઉપરથી પાપાનુબં ધી પુણ્યનું સ્વરૂપ સમજી લેજે. એ પાપાનુબંધી પુણ્યના ભક્તા દુર્ભવી અથવા અભવી જીવે હોય છે, માટે તેવા કૃત્યને વખાણવાના વિચારથી આત્મા અશુભ કર્મ ઉપાર્જન કરી દુઃખના ભક્તા બને છે, તેથી કદિ તેવું આચરણ થઈ ગયું હોય તે તેને પશ્ચા ત્તાપ કરે અને સદગુરૂની પાસે તેની આલોચના લેવી. 4. પાપાનુબંધી પા૫–જે પાપના ઉદયથી અશાતવેદનીય જોગવતાં છતાં પણ તેનાથી પાછું પાપ બાંધવામાં આવે તે પાપાનુબંધી પાપ કહેવાય છે. જેવાં કે ઢીમર, ચંડાળ વગેરે નીંદ જાતિના જીવે છે, તેઓને ખાવા પીવાનું મળતું નથી, નઠારી સ્થિતિ ભગવે છે, છતાં તેઓ પાછા પાપ ભરેલાં કૃત્ય કરે છે