________________ યાત્રા 6 ઠી. (રર૩) ધચંદ્ર પ્રશ્ન કર્યો-“મહાત્મા, તે ચતુગીનું સ્વરૂપ દષ્ટાંત સાથે સમજાવવા કૃપા કરે.” મહાત્મા બેલ્યા-“જે પુણ્યના દલીયા ભેગવવામાં આવતા હેય, તે પુણ્યના ભેગે શુભ મન, વચન અને કાયાના ગે કરી આત્મા પાછું વિશેષ પુણ્ય ઉપાર્જન કરે છે, તે તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. તે વિષે રાજા કુમારપાળ, ધનાશાળીભદ્ર, સતી સીતા અને રાજા સંપ્રતિ વગેરેના દષ્ટાંત પ્રખ્યાત છે. તેવી રીતે સાંપ્રતકાલે પણ જેઓ મેટા ધનવંત ગૃહસ્થના પુત્રે પૂર્વ પુણ્યના ગે શાતા ભગવે છે અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા રાખી શુભ કાર્યોની અંદર સારી સખાવતે કરી તેઓ પાછા પુણ્ય બાંધે છે તેઓને પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. વળી જેઓ દીક્ષા ગ્રહણ કરે છે. તેમને પણ શુભ યેગે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેને માટે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, મહા પુણ્યની સામગ્રીથી મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ જે મહા પુણ્યવંત હય, તેજ સત્ય ધર્મ શ્રવણ કરી શકે છે. તેમાં પણ મહાપુણ્યવાન હોય તેનેજ સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે. અને તે કરતાં વિશેષ પુણ્યવાનું હોય તે વિરતિપણું અંગીકાર કરી શકે છે. તે સર્વ કરતાં અનંત પુણ્યની રાશિ ભેગી થયેલ હોય તેજ ચારિત્ર ઉદયમાં આવે છે. અને તેથી પણ અનંત પુણ્ય રાશિની સામગ્રી પ્રાપ્ત થઈ હેય તે ભાવચારિત્ર ઉદય આવે છે. આ પુણ્યાનુબંધી પુણ્યને ગે જીવ અનુક્રમે ઉચ્ચ દશા પામી મિથ્યાત્વ રૂપી શત્રુઓને જીતી પરમાત્મપદના મહાન કિલ્લાને સર કરે છે. 2 પુણ્યાનુબંધી પાપ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગે પાદિય વેદતાં છતાં પણ તથા પ્રકારની સામગ્રી ભેગે શુદ્ધ ધર્મનું શ્રવણ તથા શ્રદ્ધા કરે તે મન વચન કાયાના શુભગદ્વારા જે પુણ્યના દલિયા ગ્રહણ કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. એટલે કઈ જીવ હાલ દુઃસ્થિતિ-ગરીબાઇમાં હોય છતાં પણ કઈ સદ્ગુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃતાર્થ થઈ એવું ચિંતવે કે પૂર્વ ભવે અશુભ વિચારરૂપ લેણ્યા યેગે અશુભ પાપરૂપ કર્મ ઉદય આવ્યું છે, તેના વિપાક જોગવવા પડે છે, તેમાં દુઃખ ધરવું નકામું