________________ ( રરર) આત્મોન્નતિ. તેવુંજ ક્રિયામાં મૂકી અનુભવવું, તે ચારિત્ર-આ વિવિધ ધર્મ છે. આ ત્રિવિધ ધર્મમાં જ્ઞાન મુખ્ય છે. કારણકે જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી કિયા. તે વ્યવહાર રૂપમાં અપૂર્ણ હોય છે, તે તેથી સંસારની વૃદ્ધિ થવાના કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્તિ થાય છે. - ભદ્ર, આ ઉપરથી સમજાશે કે, આ જગતમાં જે જે મનુષ્ય દુખી જણાય છે, તે તેમના પૂર્વ ભવના અશુભ વિચારેના પરિણામ છે અને જે જે મનુષ્ય સુખી જણાય છે એટલે તેમને જે શાતા. વેદનીયના ફલરૂપ નીરોગતા, ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ, ઉત્તમ વૈભવ, શુભસ્થાન વગેરે તેઓ ભગવે છે, તે તેમના પૂર્વ જન્મમાં કરેલા શુભ વિચારેના તથા શુભ આચારોના પરિણામ છે. શુભ વિચારે આત્માની સાથે પુણ્યના દલીયાને સંબધ કરાવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ ને તેના સારા ફલ (શાતા) દેખાડે છે. અને તે આપણે અનુભવીએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે, તે પુણ્યના બે ભેદ છે. ૧દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય. આત્માની સાથે જે પિગૅલિક શુભ દલીયાં બંધાય છે, તે દ્રવ્યપુણ્ય કહેવાય છે અને જે પિદુગલિક શુભ દલીયાં બંધાએલા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેગે ઉદયમાં આવી શુભ ફલ દેખાડે છે, તે ભાવપુણ્ય કહેવાય છે. પાપના પણ બે ભેદ છે 1 દ્રવ્યપા૫ અને 2 ભાવપાપ, જે અશુભ દલિયાં મન, વચન અને કાયાના ગે રાગ દ્વેષે કરી આત્માના પ્રદેશની સાથે બંધાય છે, જે અશુભ કર્મના દલીયાં તરીકે ઓળખાય છે, તે દ્રવ્યપાપ કહેવાય છે. અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવાગે ઉદયમાં આવી અશાતા વેદનીય રૂપ અશુભ ફલ દેખાડે છે, તે ભાવપાપ કહેવાય છે. ભદ્ર, એ પુણ્ય અને પાપની એક ચતુર્ભગી ઉત્પન્ન થાય છે, તે મનન કરવા ગ્ય છે. તેના પ્રકાર આ પ્રમાણે છે. 1 પુણ્યાનુબધી પુણ્ય, 2 પુણ્યાનુબંધી પાપ, 3 પાપાનુબંધી પુણ્ય અને 4 પાપાનુબંધી પાપ. આ ચતુર્ભગી આહત શાસામાં વિવેચન સહિત સમજાવી છે.