________________ (22) આત્મન્નિતિ.. હવા, પાણી, ખાતર વગેરે નિમિત્તે તદ્ અનુકૂલ હોય તે તે બીજ ઘણાં થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડા, વગેરેને ઉત્પન્ન કરી, એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે અને ફલ પણ આવશે; છતાં આ બીજને ગમે તેટલાં અનુકુલ સાધને હાય તથાપિ એકજ દિવસમાં એકજ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળ આપનાર કદિ પણ બની શકશેજ નહિ; કારણ કે, કારણ કે કાર્યરૂપમાં આવવાને કાંઈ પણ અંતર-વ્યવધાનની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદ ફલ આપનાર હોવાથી તેમજ તેને જોઈતા સાધને ઘણી ઝડપથી આપવામાં આવેલા હોવાથી તે વૃક્ષને બીજા છેડા સાધનવાળા વૃક્ષોની અપેક્ષાએ વેહેલાં અને સ્વાદિષ્ટ ફલે આવશે. આવી જ રીતે કડવા ફલવાળા વૃક્ષને બધાં સાધને અનુકુલ મેલવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજા સાધન વિનાના વૃક્ષોની અપેક્ષાએ વહેલાં અને કડવા ફલે આવશે. આજ દ્રષ્ટાંતથી મીઠા વૃક્ષવાળા ધર્મના મીઠા ફલે અને કડવા વૃક્ષવાળા પાપના કડવા ફલેની સાથે સરખામણી કરી લેવી જોઈએ. ઉગ્ર પુણ્ય પાપવાળાં કર્તવ્યનું ફલ ઘણાં શેડાંજ વખતમાં અને તીવ્ર મલે છે, ત્યારે મંદ પરિણામે કરાએલાં પુણ્ય પાપવાળાં ક નું ફલ કાલાંતરે અને મંદપણે ચેડાં સુખ દુઃખ રૂપે મલે છે, આટલું જણાવ્યાથી એ ફુટ થયું કે, જે પા૫ વૃત્તિવાળા છળ પ્રપંચીઓ અત્યારે સુખી દેખાય છે અને વ્યવહારિક કાર્યમાં તેઓ વિજય પામે છે, તે તેમના પૂર્વ કર્તવ્યનું ફળ છે. એ પૂર્વ કર્તવ્ય સારું છે, તેથી તેઓ સુખી અને વિજયી છે, અત્યારનાં અશુભ કર્તવ્યનાં ફલે આડું પૂર્વના શુભ કર્તવ્યનું વ્યવધાન (આંતરૂ) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કર્તવ્યનું ફલ સમાપ્ત થતાં વર્તમાનકાળનું કે પૂર્વકાળનું અશુભ કર્મ ઉદય થતાં અત્યારે સુખી દેખાતાં તે તેમને તીવ્ર કે મંદ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા દુઃખી થવાના. ક્રિયાનું ફલ–પછી તે સારી હોય કે નઠારી હોય–અવશ્ય છે. સારી કિયા (ક્તવ્ય) નું ફલ સારું અને નઠારી ક્રિયાનું ફલ નઠારું, એના દાખલા જોઈએ તેટલા પ્રત્યક્ષપણે અનુભવાય છે, માટે ધર્મ