________________ યાત્રા 6 ડી. (19) સ્તુતિ કર્યા પછી શ્રાવક સત્યચંદ્ર વિનયથી આ પ્રમાણે કહ્યું“મહાત્મન, આપની કૃપાથી અમારા સર્વ સંશયે 2 થઈ ગયા છે. હવે કાંઈ પણ સારભૂત હોય તે ઉપદેશ આપવા કૃપા કરે. " મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર, તમેને એ સારભૂત ઉપદેશ મળે તેવા પ્રશ્ના કરે, કે જેથી તમે સંશય રહિત થઈ ઉત્તમ ઉપદેશને પ્રાપ્ત કરશે. મહાત્માના આ વચને સાંભળી શેધકચંદ્ર જિજ્ઞાસુ થઈ આ પ્રમાણે બોલ્ય-“ભગવન, આગમમાં કહ્યું છે કે, “ધર્મથી સુખી થવાય છે, અને પાપથી દુઃખી થવાય છે.” એ વાત સત્ય છે, પણ આ જગતમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. કેટલાએક ધમી લેકે દુઃખ ભેગવતા જોવામાં આવે છે અને કેટલાએક અધમ–પાપી લેકે સુખ જોગવતા દેખાય છે, તેનું શું કારણ હશે?” શોધકચંદ્રને આ પ્રશ્ન સાંભળી મહાત્મા શાંતમુદ્રાથી બેલ્યા“ભદ્ર, ધર્મને વિષય ઘણેજ ગહન છે. તેના કાર્ય કારણના નિયમને અભ્યાસ ઘણું સૂક્ષમતાથી કરવાનું છે. તેવા અભ્યાસ વિના ધર્મનું સંગીન જ્ઞાન થતું નથી. ધર્મના ઉપરચેટીઆ જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે અને ધર્મની શ્રદ્ધાને શિથિલ કરી નાંખે છે. ઘણુ વાર ધાર્મિક શ્રદ્ધા શિથિલ થવાનું કારણ એવું બને છે કે, પાપ વૃત્તિથી આજીવિકા કરનારાઓ, છળ-પ્રચંચમાં રમનારાઓ અને સદા પાપમાંજ વિશેષ પ્રવૃત્તિ કરનાએ કેટલાએક સુખી દેખાય છે, તેમજ વ્યવહારિક કાર્ય પ્રસંગોમાં પણ તેમને વિજય થતું જોવામાં આવે છે. આવા પ્રત્યક્ષ કારણે જોઈ લેકેને ધર્મની શ્રદ્ધા શિથિલ થવાને સંભવ છે, અને તેઓ ધર્મ તથા તેના ફળને કાની નજરે જુવે છે, પરંતુ ખરી રએવી શંકા કરનારા મનુષ્ય ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શોધમાં ઉતરેલાં નથી હતા. તેમણે કારણે અને કાર્ય-એ વિષે વિચાર કર જોઈએ. આ વ્યવહાર જગના સર્વ ભાગના કર્તાને લાગુ પડે છે. દાખલા તરીકે એક બીજ જમીનમાં વાવ્યા પછી તેને જમીન,