________________ (28) આત્મતિ, તીર્થને ઉદ્ધાર કરી આ પવિત્ર ગિરિ તરફ આવ્યા હતા. તે સમયે આપણા પ્રાચીન મહર્ષિઓએ આ રમણીય ગિરિનું જે વર્ણન કર્યું છે, તે અભુત છે. મહાત્ ચકવર્તી ભરત જ્યારે આ તીર્થમાં આવેલ ત્યારે આ સૈારાષ્ટ્ર દેશના રાજા શક્તિસિંહે તેનું ભારે આતિથ્ય કર્યું હતું. તે પછી ભારતચકીએ આ તીર્થમાં કેટલીએક સુધારણા કરી હતી. તેણે પોતાના એક હજાર યક્ષ પાસે પગથી ના ચાર મોટા રસ્તાઓ કરાવ્યા હતા. અને દરેક રતાને મુખ્ય ભાગે નગર વસાવ્યાં હતાં. ભવિષ્યમાં આ ગિરિરાજ ઉપર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થવાનાં છે, એવું ધારી તેણે વાધિક રત્નવડે તે ભાવી તીર્થંકરને મહાન પ્રાસાદ કરાવ્યું હતું. ભદ્રાત્માએ, આ પવિત્ર ગિરિરાજ રૈવતક સિદ્ધગિરિ શત્રુંજ્યનું પાંચમું શિખર કહેવાય છે. અહિં અનંત તીર્થંકરે આવેલા છે અને આવવાના છે. આવા પવિત્ર તીર્થને મન, વચન અને કાયાની શુદ્ધિથી વંદના કરે.” આ પ્રમાણે કહી તે મહાત્મા નીચેનું પદ્ય બોલ્યા હતા. “ધર્મ વિદ્ધતાય શ્રી મોક્ષરોપાન વિશે || શ્રી વતાય જ ના તીર્થાના તાપને ? | ધર્મ લક્ષમીને વધારનાર, મેક્ષની નસરણરૂપ અને રક્ષકરૂપ એવા શ્રી તીર્થરાજ ગિરનારને નમસ્કાર છે.” 1. આ પદ્ય બોલ્યા પછી રૈવતગિરિના દર્શનીય સ્થળેનું વર્ણન આપી મહાત્મા ત્યાંથી વિહાર કરી ગિરિ નીચે ઉતરી પિતાની દરજના ઉપદેશવાળી જગ્યામાં આવ્યા હતા. નિત્યના નિયમ પ્રમાણે તરૂણ શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર મહાત્માની સમીપ વિનયથી બેઠા. તેમણે પ્રથમ ભક્તિ ભાવથી મહાત્માની આ પ્રમાણે પ્રશંસા કરી. મહાત્મન્ ! આપના દ્ધારક ચરણ કમળને અમે મનવચન અને કાયાની શુદ્ધિથી વંદના કરીએ છીએ. આપના સમાગમ રૂપ કલ્પવૃક્ષની છાયા અમારા આ ભવજનિત તાપને શમાવી પરમ શાંતિ આપે છે. આપ સદા યેવતા વર્ગો અને અમારે ઉદ્વાર કરો.”