________________ યાત્રા 6 ઠી.. (ર૧૭) પ્રવન (સહસાવન) તરફ વિચર્યા હતા. ગેમુખી ગંગા છેડી ડાબે રસ્તે આવેલ તે માર્ગ મહાત્માએ પરિવાર સાથે ગ્રહણ કર્યો હતે. માર્ગમાં આવતી કુદરતી લીલા જે મહાત્મા આનંદ પામતા હતા અને પિતાના શિષ્યને તે સ્થળ બતાવી તેની પ્રાચીન વાર્તા કહેતા હતા. વિવિધ વૃક્ષોની શ્રેણીઓમાંથી પ્રાસુક માર્ગે વિહાર કરતા માહાત્મા સહસ્સામ્રવનમાં આવ્યા હતા. તે સ્થળે એક છત્રી જેઈમહાત્મા આ પ્રમાણે બેલ્યા-“ભદ્ર, અહિં શ્રી નેમિનાથ પ્રભુનાં પગલાં છે. જગના કલ્યાણની પ્રવૃત્તિ કરનારા તે પ્રભુ આ સ્થળે પધાર્યા હતા.” આ પ્રમાણે કહી તેમણે તે પ્રભુના ચરણની નીચે પ્રમાણે સ્તુતિ કરી હતી. " वंदनीयावर्चनीयौ भवसागरतारिणौ // __ श्री नेमेश्चरणौ दिव्यौ सदा शरणमस्तु न" // 1 // વંદન કરવા ગ્ય, પૂજવા ગ્ય, અને આ સંસાર સાગરને તારનારા શ્રી નેમિ પ્રભુના ચરણે અમારે હંમેશા શરણરૂપ છે.” 1 આ સ્તુતિ કર્યા પછી તે મહાત્મા ભરતવન તથા હનુમાન ધારાને માર્ગે ચાલ્યા હતા. તે સ્થળે આવેલા અરિડાના વૃક્ષ નીચે આશ્રય કરી મહાત્માએ ગિરનાર ગિરિના કેટલાક સ્થળોની ગુપ્ત હકીકત જણાવી હતી. આ પર્વતની નૈત્યિ દિશામાં આવેલ પાંચમી ટુંકમાં ગમ્બર અથવા ગધેસિંહને ડુંગર છે. ત્યાં કેટલીએક શાશ્વતી પ્રતિમા છે. એમ કહેવાય છે. અને તેની અંદર એક કુંજદ્રહ નામને ધરે છે, તે તાંતણીએ ધરે કહેવાય છે. તે ધર અગાધ હેવાથી શાશ્વતી પ્રતિમાને સ્થાને જઈ શકાતું નથી. અહીંથી કાલિકા ક જતાં એક પાંડવ ગુફા આવે છે, તે ગુફા રતનબાગથી શરૂ થાય છે, તે છતરાસા પાસે આવેલા પાટણવાવના ડુંગરમાંથી નીકળે છે, ત્યાં એક દેવીનું પ્રાચીન ધામ છે. એવી જ એક ગુફા માલ્યવંત અથવા માબીપરમાંથી નીકળી શત્રુંજય પર્વત આગળ સિદ્ધવટની પાસે નીકળે છે, હાલ તે સ્થળે આણંદપુર ગામ છે, આ પ્રમાણે સાંભળવામાં આવ્યું છે. ભદ્ર, જે ભરતવન છે, તેનું નામ ભરતચકીના નામ ઉપરથી પડેલું છે. તે મહાન આદ્ય ચક્રવત્તી માટે સંઘ કાઢી શત્રુંજય