________________ યાત્રા 5 મી. (15) જે ધર્મ વાર્તા મનની ઉત્તમ ભાવનાઓને જન્મ આપે છે. તે મને રંજક ધર્મવાર્તા સદા ય પામ” 1 મહાત્માના મુખથી આ પદ્ય સાંભળી યુવાન શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓ વિનય ભરેલી વાણથી આ પ્રમાણે છેલ્યા–“મહાત્મન, આજના આપના ઉપદેશના તીવ્ર પ્રકાશે અમારી શંકા રૂપ તિમિરતાને તદ્દન નાશ કરી દીધો. છે અને અમારા મુગ્ધ હૃદયમાં પ્રબોધને પ્રકાશ પડી રહ્યો છે.” આ પ્રમાણે કહી તેઓ બન્ને વિનીત યુવકેએ ગુરૂને વંદના કરી અને નીચેના પદ્યથી તે મહાત્માની સ્તુતિ કરી. નતિઃ यजमानसनैर्मल्यं भव्यमनांस्येव निर्मलीकुरुते / स जयति सूरीश्वरोऽयं कर्मालितृणौघदहनसमतेजाः // 1 // જેમના મનની નિર્મળતા ભવ્ય જનના મનને નિર્મલ કરે છે, અને જે કર્મની શ્રેણીરૂપ ઘાસના સમૂહમાં અગ્નિસમાન તેજવાળા છે, તે આ મહાત્મા સૂરીશ્વર જ્ય પામે છે.”૧. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે બને શ્રાવકે પિતાના વાસ સ્થાનમાં ચાલતા થયા હતા. માર્ગમાં ચાલતા તે તરૂણે પિતાના ઉપકારી આચાર્યની પ્રેમથી પ્રસંશા કરતા હતા. તે સાથે જે જે વિષય ઉપર તે મહાત્માએ ઉપદેશ આપે છે, તે તે વિષયની ચર્ચા કરતા હતા અને તેનું ઉત્સાહથી મનન કરતા હતા. કારણકે, અધીત અને શ્રુત વિષય મનનપૂર્વક વિચારવાથી તેને સારે બંધ થાય છે, એમ તેઓ સારી રીતે સમજતા હતા. RA