________________ (ર૧૪). આત્મન્નિતિ, શાળાઓ, દર્દીઓને માટે ઔષધ શાળાઓ, પથિકને માટે ધર્મશાળાઓ અને નિરાશ્રિત ભુખ્યાઓને માટે ભોજનશાળાઓ ઉઘાડવી જોઈએ. પિતાના જાતિબંધુઓના દુખે જે રીતે ઓછાં થાય, તે રીતે યથાશક્તિ પ્રયત્ન કરે જઈએ. ભદ્ર, અહિં દરેક ગૃહસ્થ એટલું યાદ રાખવાનું છે કે, પોતે જે આશ્રમમાં રહ્યા હોય, તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવવામાં પાછળ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરળ છતાં ઉપગ રાખવા લાયક એ ગુહધર્મ પણ એક પરમશાંતિને માર્ગ છે. ભદ્ર, દરેક આત્માએ પિતાના જીવિતનું સ્વરૂપ વિચારવું જેઈએ. આયુષ્ય અસ્થિર છે, સંપત્તિઓ વિપત્તિઓથી ભરપૂર છે, સગ વિગવાળા છે, લક્ષ્મીવિજળીના જેવી ચપળ છે, સંસારનું સુખ ક્ષણિક છે, મસ્તક પર ચારેતરફ વિપત્તિઓના વાદળ ફરી વળ્યા છે, અને મૃત્યુનું ચક મસ્તક પર ફરે છે. વળી આ જગતમાં પાણીના પરપોટાની જેમ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે. શરીર જરાથી જર્જરિત થઈ જાય છે. આથી સમજવું જેઈએ કે, ધર્મ શિવાય કઈ રક્ષણ કરનાર નથી. ઈંદ્રાદિ દેવતાઓ પણ મરણને શરણ થાય છે, તે પછી મનુષ્ય જાતિ શી વિસાતમાં છે? ભદ્ર, આપણું શાસ્ત્રકાર કરીને કહે છે કે, “મનુષ્ય આત્માઓ, સાવચેત રહો, કયાં સુધી ઘોર નિદ્રામાં ઘેરાઈને પડયા રહેશે? શા માટે નિશ્ચિત થઈને બેઠા છે? ઉઠે, જાગ્રત થાઓ. પરમ શાંતિના માર્ગમાં પ્રયત્ન કરે. આ દુર્લભ મનુષ્ય ભવના આયુષ્યના અમૂલ્ય સમયને એક અંશ પણ નિરર્થક કાઢશે નહીં. આ મનુષ્ય દેહના જેવી સંપૂર્ણ સામગ્રી ફરીવાર પ્રાપ્ત નહીં થાય? ભદ્ર, આહંત શા આ ઊદ્ગારે સદા સ્મરણમાં રાખજે. આ પ્રમાણે કહી તે મહાત્મા તત્કાળ વિરામ પામી ગયા, અને આ ધામિક ચર્ચાની સ માપ્તિને સૂચવનાર આશીર્વાદ રૂપે નીચે પ્રમાણે એક સુંદર પદ્ય બોલ્યા હતા— या मनोभावना भव्याः प्रसूते भव्यमानसे // सा मनोरंजिनी धर्मवा" जयतु सर्वदा // 1 //