________________ યાત્રા 5 મી. (13) ચરિત્ર યાદ કરવા, તથા અનિત્યાદિ બાર ભાવનાઓને વિચાર કરે, તે સામાયિક વ્રત કહેવાય છે. 1 દેશાવકાશિક વ્રત–એ છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલ દિશાના લાંબા નિયમને એક દિવસ કે અમુક કલાક માટે સંક્ષેપ કરે. એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કર–એમ ચૈદ નિયમ ધારવા. 11 પિષધવ્રત–૧ આત્માને અથવા આત્મગુણેને જેનાથી પુષ્ટિ મલે તે પિષધ કહેવાય છે. તેમાં ઉપવાસાદિ તપ કરાય છે. 2 પાપવાળા-સદેષ વ્યાપારને સર્વથા ત્યાગ કરે; બ્રહ્મચર્ય પાળવું, અને અભંગનાદિ શરીર સુશ્રુષા કરવી નહીં. આ ચાર પ્રકારની કિયાપૂર્વક ચાર કે આઠ પહેર પર્યત ધર્મ ધ્યાનમાં પ્રયત્નવાન રહેવું, તે પિષધ વ્રત છે. નિરંતર ન બની શકે તે પર્વતિથિએ અવશ્ય આ વ્રત કરવું જોઈએ. 12 અતિથિ સંવિભાગ–પરમ શાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે, તેવા અતિથિ, ત્યાગી, મુનિ વગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માઓને અન્ન, પાણી, પાત્ર, વસ્ત્ર અને વસતિઆદિ તે માર્ગમાં ઉપયોગી અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન કરવું, તે અતિથિ વિ. ભાગ વ્રત કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મને એગ્ય એવા ગૃહસ્થના બાર વતે છે, આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન કરવું, તીર્થયાત્રાઓ કરવી, અનુકંપા બુદ્ધિથી દુઃખી અને ઉદ્ધાર કરે, ધર્મવ્યાખ્યાને સાંભળવા, ધર્માચાર્યની આજ્ઞા શિર ઉપર ઉઠાવવી, સધર્મ બંધુઓ અને બહેનોને તેમના શુભકાર્યમાં સહાય આપવી. તેઓને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેમનું રક્ષણ કરવું અને જ્ઞાનશાળાઓ સ્થાપવી. ભદ્ર! આ સંબંધમાં પ્રજાપાલ રાજાઓએ પણ સર્વ ધર્મો તરફ સમાનભાવથી જોઈ સહાય આપવી જોઈએ. જેમાં શ્રીમંત છે તેમણે ધર્મ અને જ્ઞાતિને ભેદ રાખ્યા વગર લેકેપગી કાર્યો કરવામાં તત્પર રહેવું. ગૃહસ્થ ધર્મમાં શ્રીમતએ આગળ વધી બીજાઓને આગળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. દુઃખી જેને માટે અનાથ