________________ યાત્રા 5 મી. (211 ) વાટ લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચેરી કરવી, ઓછું દેવું, વધારે લેવું વગેરે તેમજ રાજા દડે તેવી ચેરીને ત્યાગ કરે, તે ગૃહ સ્થનું ત્રીજું વ્રત છે. 4 સ્થલ મિથુન વિરમણ પરસ્ત્રીગમનને ત્યાગ કરે, વિધવા, વેશ્યા, બાલકુમારી વગેરેને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદાર–પિતાની પરણેલી સ્ત્રીમાંજ સંતોષ માન, તે ગૃહસ્થનું ચેથું વ્રત છે. 5 સ્થૂલ પરિગ્રહ વિરમણ, ઈચ્છા અપરિમિત છે, તેને નિયમમાં રાખવી એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, એનું, હીરા, માણેક મોતી વગેરે દાસ દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મીલકતમાં ગણવામાં આવે છે તે સર્વને ઈચ્છાનુસાર નિયમ રાખવો તેથી વધારે થાય તે પરોપકાર આદિ સન્માર્ગે તેને વ્યય કરે, તે ગૃહસ્થનું પાંચમું વ્રત છે. 6 દિગવિરમણ ચાર કે છ દિશા તરફ જવા આવવાને નિયમ રાખવે, આ નિયમ પોતે જે શહેર કે ગામમાં રહેતા હોય ત્યાંથી ગણ અને નિયમિત ઈચ્છાનુસાર રાખ. પરમ શાંતિ માર્ગના પથિક બન્યા પછી ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃત્તિને કે આરંભ પરિગ્રહાદિકને કાબુમાં રાખવા અને સત્સંગાદિના અભાવે ધર્મકિ. યામાં શિથિલતા ન પ્રાપ્ત થાય, તે માટે આ વ્રત લેવાની જરૂર છે. 7 ભેગે પગ વ્રત એકવાર ઉપભોગમાં આવે તે ભેગ, અનાજ પાણું આદિ ખેરાક અને એકની એક વસ્તુ વારંવાર ઉપભેગમાં આવે તે ઉપગ સ્ત્રી, વસ્ત્ર, વગેરે. તે ભગ તથા ઉપભેગને ઈચ્છાનુસાર નિરંતર નિયમ કરે. ભેજનમાં સાત્વિક ખોરાક લે. મધ, માંસ, રાત્રિ ભજન અને કદાદિ અનેક જંતુઓને સંહાર કરનારી અને વિકૃતિ કરનારી વસ્તુઓને ત્યાગ કરે, કારણ તે પદાર્થો તામસી અને રાજસી પ્રકૃતિવાળા હોવાથી વિચારમાં વિકૃતિ ઉપજાવી શાંતિ માર્ગમાં વિન્ન કરનારા થાય છે. પગલે પગલે શાંતિ માર્ગમાં આગળ વધવાનું હોવાથી તેના પથિકેએ અનેક જીવોને જેમાં સંહાર થવા સંભવ છે, તેવા વિશેષ પાપના વ્યાપારને પણ ત્યાગ કરે જોઈએ.