________________ (ર૦૬) આત્મન્નિતિ, પ્રવેશ થાય તેવા વિચાર કરવા તે મનોદંડ વિરતિ-સંયમ 16. વચનદડ વિરતિ-સંયમ પિતાને કે પરને જેનું પરિ. ણામ દુઃખરૂપ આવે તેવું વચન બોલવું નહીં, પણ પરિણામે સુખરૂપ થાય તેવું હિતાવહ વચન બેલવું, તે વચનદંડ વિરતિસંયમ કહેવાય છે. 17. કાયદડ વિરતિસંયમ-શરીરથી કઈ પણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી પણ જેનાથી આત્મવિશુદ્ધિમાં મદદ મળે, તેવી પ્રવૃત્તિ કરવી તે કાયદંડ વિરતિ-સંયમ કહેવાય છે. ભદ્ર, આ પ્રમાણે આ સત્તર પ્રકારને સંયમ માર્ગ છે. આ માર્ગ આશ્રવના પ્રવાહના એક એક ભેદને રેવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ વારંવાર આ સંયમનું સમાચન કરવું જોઈએ અને કેઈ જાતની વિપરીત પ્રવૃત્તિ ન થાય, તેને માટે વારંવાર જાગ્રત રહેવું જોઈએ. આ સંયમની દ્વારા આવતા આશ્રવને રોક્યા પછી પૂર્વે જે કર્મને જમાવ એકઠો થયે છે, તેને દૂર કરવા માટે પ્રયત્ન કરે જોઈએ. તપ, ભદ્ર, હવે હું તમને ક્રિયામાર્ગના પ્રકારરૂપ તપનું સ્વરૂપ કહું, તે સાવધાન થઈને સાંભળે. પ્રબળ કિલષ્ટ કર્મોને ભેદવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચિતકર્મો પણ તપથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે. દુકામાં કહીએ તે પૂર્વ સંચિત કર્મ તપથી દૂર થઈ શકે છે. તે તપ બાહ્ય તપ અને આત્યંતર તપ-એ બે પ્રકારના છે. ઉપવાસ કરે, અલ્પ આહાર લેવે, નિયમિત વસ્તુજ લેવી, જેનાથી વિકૃતિ પેદા થાય છે, એવા રસકસને ત્યાગ કરે. દઢ આસને લાંબા વખત સુધી બેશી શકાય તેવી ટેવ પાડવી અને અંગ ઉપાંગને સંકોચી નિર્વાત સ્થાનમાં રહેલા દીપકની જેમ સ્થિર થઈ બેશી રહેવું, ઈત્યાદિ સર્વ બાહ્યતપ કહેવાય છે. તે તપ આત્યંતર તપમાં અત્યંત ઉપયોગી છે. ઉપવાસાદિકવડે શરીર ઉપરથી મમત્વ ભાવ એ છે થાય છે, ઇંદ્રિયે સ્વાધીન રહે છે, નિસ્પૃહ થવાય છે અને ધ્યાનમાં ઘણા લાંબા વખત સુધી સુખે બેશી શકાય છે. ઈત્યાદિ અનેક પ્રકારે બાહ્ય તપ ઉપયોગી છે.