________________ (24) આત્મોન્નતિ.. અને ત્રણ દંડની વિરતિ–એવી રીતે સંયમના સત્તર ભેદ થાય છે. પાંચ આશ્રવ વિરમણ એટલે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે. તે સંયમને ટુંકે અર્થ એટલે જ થાય છે કે, આશ્રવના દ્વારને બંધ કરવા અર્થાત કર્મ આવવા ન દેવા કે આવતા કર્મને રેકવા. જીવની હિંસા કરવાથી, અસત્ય બલવાથી, ચોરી કરવાથી, મિથુન સેવનથી અને પરિગ્રહથી અનેક કર્મનું આગમન થાય છે, કારણ કે. રાગદ્વેષ શિવાય એ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી. અને રાગદ્વેષ–એ કર્મના આગમનનું પરમ કારણે છે. એ રાગદ્વેષની ઊત્પત્તિ અસંયમના કારણથી થાય છે. અહિંસા સંયમ-મન, વચન અને શરીરથી કઈ પણ જીવની હિંસા કરવી, કરાવવી, અને કરનારને અનુમેદવું, એ હિંસા કહેવાય છે, તે હિંસાને એ નવ પ્રકારે ત્યાગ કરે, તે અહિંસા સંચમ કહેવાય છે. અહિં કઈ પ્રશ્ન કરે કે, “પૂર્વે કહેવામાં આવ્યું છે કે, “આત્મા અમર છે. તે પછી તેની હિંસા કેમ થાય? આ પ્રશ્નને પરિહાર આ પ્રમાણે છે-” આ દેહ આત્માધિષિત છે. તેની ઉપર છોને મમત્વભાવ છે. જેની સાથે આત્મા એકમેક થઈ રહ્યું છે અને જેને નાશ કરવાથી આત્માને આ દેહમાંથી અન્ય સ્થળે ચાલ્યા જવું પડે છે, તે દશ પ્રાણુ (પાંચ ઇંદ્રિયે, મન, વચન, શરીર બળ, શ્વાસ, અને આયુષ્ય)ને નાશ કરે છે તેને દુખ ઉ. ત્પન્ન કરવું, તે જીવહિંસા અહિ કહેવામાં આવી છે. તે દશપ્રાણને ન હણવા તે અહિંસા સંયમ કહેવાય છે. - 2. સત્ય સંયમ-કોલ. લેભ, ભય કે હાસ્યથી કોઈ પણ પ્રકારે મન, વચન અને શરીરથી અસત્ય બોલવું નહીં, બલાવવું નહીં અને અસત્ય બોલનારને અનુદન ન આપવું, તે સત્યસંયમ કહેવાય છે. 3. અચ્ચર્ય સંયમ-માલીકની રજા સિવાય કઈ પણ વસ્તુ મન, વચન અને શરીરથી લેવી નહિ, લેવરાવવી નહિ અને લેનારને અનુમોદના કરવી નહિ, તે અચાર્ય સંયમ કહેવાય છે. 4. બ્રહ્મચર્ય સંયમ–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન