________________ યાત્રા 5 મી. (203). અર્થાત્ તે તેની બીલકુલ સાર-સંભાળ લેતું ન હતું. તેને ભાન પણ ન હતું કે, મારે સુંદર મેહેલ આવી દુર્દશામાં આવી પડી છે. તે મહેલના એક ઓરડામાં પડી રહેતું હતું. એક દિવસે તેણે એક દીપક કર્યો. તેને પ્રકાશ મહેલના મધ્ય પ્રદેશમાં પડે. તે પ્રકાશથી તેણે પિતાના મહેલમાં ભરાએલી ધૂળ-કચરો વગેરે જોયાં તે જોતાં જ તેને ઘણે ખેદ થયો. “શું મારા મહેલની આવી દુદશા?તરતજ તેણે તે મહેલને સાફ કરવા પ્રયત્ન કરવા માંડે. પછી દીપક મહેલના મધ્ય પ્રદેશમાં લાવવામાં આવ્યો, તેથી મેહેલમાં રહેલી સર્વ વસ્તુ તેના દેખવામાં આવી. પછી તરતજ મેહેલમાં ધૂળ ભરાવાનું કારણરૂપ બારી બારણાં બંધ કર્યા અને પાવડો લઈ ખાંપી ખાંપી તે ધળ બહાર કાઢી નાંખવા માં. જ્યારે પાવડાથી લેવાય તેવી ધૂળ ન રહી, ત્યારે તેણે ઝીણું સાવરણીથી ધૂળ એકઠી કરી બહાર કાઢી નાંખી મહેલ તદન સાફ કર્યો હતે. ભદ્ર, આ દ્રષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે, પણ તેને ઉપનય પણ સમજવા જેવું છે. જે મેહેલ તે મનુષ્યભવ સમજ. જે બારી બારણાઓ તે પુણ્ય પાપને આવવાના આશ્રવ રૂપ સમજવા. જે મેહેલને માલિક તે જીવ સમજ. તે અજ્ઞાન નિદ્રામાં ઘેરાએલે છે. જ્યારે તે જાગ્રત થયો તે અંતરાત્મામાં આ સમજ. જે પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ થયે, એમ સમજવું. જ્ઞાનરૂપ પ્રકાશના તેજની મદદથી શુદ્ધાત્માની દુર્દશા તેના સમજવામાં આવી, અર્થાત્ કર્મરૂપી ધૂળ આત્મા ઉપર લાગેલી છે. તેથી તેની અપૂર્વ શોભા (શક્તિ) નાશ પામી છે, એમ તેણે જાણ્યું. તરતજ પુણ્ય પાપરૂપ ધુળને આવવાના રસ્તારૂપ બારીબારણા રૂપ આશ્રવને સંયમ રૂપ બારણાએ કરી બંધ કર્યા અને બાહા–આત્યંતર તપશ્ચર્યા રૂપ પાવડા અને સાવર્ણીએ કરી કર્મરૂપ સર્વ ધૂળ કાઢી નાંખી આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. ભદ્ર, આ દષ્ટાંત ઉપરથી પરમ શાંતિને માર્ગ સંયમ અને તપ છે, એમ સમજવું. સંયમ. ભદ્ર, હવે હું તમને સંયમનું સ્વરૂપ કહું. તે સાંભળે. પાંચ આશ્રવનું વિરમણ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયને વિજય,