________________ ( 202) આત્મન્નિત, શ્રદ્ધાન હોવું જોઈએ. પિતાના મન, વચન અને શરીર તેને અર્પણ કરી દેવા જોઈએ. ભદ્ર, જ્યારે દેવે પૂર્ણ પરમશાંતિમાં વિશ્રાંતિ લીધી હોય અર્થાત્ આ દેહ ત્યાગ કરી નિર્વાણ સ્થિતિમાં જઈ વસ્યા હોય, તે અવસરે તેમને બતાવેલ માર્ગે ચાલનાર ગુરૂઓને મુખ્ય આશય છે. એટલે ગુરૂ પરમશાંતિના માર્ગમાં ચાલનાર છે કે નહિ? આગળ વધે છે કે નહિ? ગુરૂ કેવળ નામધારક છે કે સાર્થક નામધારક ગુણથી ગુરૂ છે? વગેરે બાબતને અવશ્ય નિર્ણય કર જોઈએ. તે શિવાય નામધારી ગુરૂઓને આશ્રય કરવાથી આશ્રિતને તેઓ ઈચ્છિત માર્ગે પિહોચાડી શકતાં નથી પણ ઉલટા અધઃપતન કે ઉન્માર્ગ ગમન કરાવે છે. પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરૂની અવશ્ય જરૂર છે. તેમની સહાયથી થડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમશાંતિને થડે અનુભવતે અહિં જ થાય છે અને છેવટે નિર્વાણપદ સુધી પણ પહોંચી શકે છે, માટે ઉત્તમ ગુરૂઓને આશ્રય કરે અને તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. એ ગુરૂ પરમત્યાગી, જ્ઞાનવાન, સત્યાસત્યના વિવેકી, શાંતરસમાં ઝીલનાર, દયાળુ અને બેલે તે પ્રમાણે ચાલનાર હોવા જોઈએ. ભદ્ર, આ પ્રમાણે ક્રિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે, તે ધ્યાનપૂર્વક સાંભળજે. કિયામાર્ગનું સ્વરૂપ, સંયમ અને તપ-આ બે કિયામાર્ગ છે. તેમાં જ્ઞાન પણ સાથે હોવું જોઈએ, કારણ કે, જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતા કર્મને રેકે છે અને તપ આવેલા કર્મોને કાઢી નાંખે છે. આ ઉપર એક દષ્ટાંત આપવામાં આવે છે, તે ઉપરથી તમને સ્પષ્ટ સમજાશે. કઈ રાજમાર્ગ ઉપર અનેક બારીબારણાંવાળે એક મહેલ હતે. રસ્તા ઉપર ઉડતાં ધૂળ આદિના રજકણે તે બારીબારણાંવડે મેહેલની અંદર ભરાતા હતા. તે મેહેલ ઘણે સુશોભિત હતું, છતાં એ ધૂળને લઈને ઘણે ખરાબ દેખાતું હતું. તેની અંદર ગાડા ભરાય તેટલી ધૂળ ભરાઈ હતી. મહેલની આવી દુર્દશા થયા છતાં તેને માલિક તે ઘેર નિદ્રામાં ઘોરતે હોય તેમ સૂતે પચે હતો