________________ યાત્રા 5 મી. (19). ક્રિયાની મુખ્યતા તે જ્ઞાનની ગણતા, પણ એ જે કાયમ સાથેજ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ–એ કહેવાનો આશય એ છે કે, જ્ઞાનની મુખ્યતા તે જ્ઞાનમાર્ગ અને કિયાની મુખ્યતા તે કિયામાર્ગ એમ જાણવાનું છે. ભદ્ર! તેમાં જ્ઞાનમાર્ગને માટે એક પદ્ય આ પ્રમાણે છે - “अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः। शुद्धयत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दशा // 1 // આત્મા (હું) નિશ્ચયનય વડે લેપાએલે નથી, વ્યવહારનયથી લેપાએલો છું " આવી નિર્લેપ દષ્ટિવડે જ્ઞાની શુદ્ધ થાય છે અને આત્મા (હું) બધાએલે છુંઆવી દષ્ટિવડે કિયા કરનારે શુદ્ધ થાય છે.” 1 જ્ઞાનમાર્ગમાં આ પ્રમાણે ચિંતવવાનું છે. “સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ છે, તે શુદ્ધ સ્વરૂપ છે. તેમને દારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાર્યણ આ પાંચ શરીર માંહેલું એક પણ શરીર નથી. તેઓ કેવળ આત્મ સ્વરૂપ, પરમતિમય છે. શરીરજ ન હોવાથી જન્મ, મરણ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ, આહાર, અને નિહાર પ્રમુખ કઈ પણ શરીરના ધર્મો લાગુ પડતાં નથી. તેઓમાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મિક સુખ, અનંત ચારિત્ર, અનંત સ્થિતિ, અગુરુલઘુ, અરૂપી અને અનંત આત્મિક વીર્ય. આ આઠ આત્મિક ગુણ રહેલા છે. જેવું આ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, તેવુંજ આ સર્વ જીનું સત્તા રવરૂપ છે. તે સત્તા સ્વરૂપ સાથે કે સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે વારંવાર પોતાના વર્તમાનકાળના સ્વરૂપની સરખામણી કરે અને જ્યાં જ્યાં તે સત્તાના સ્વરૂપમાં ન્યૂનતા દેખાય ત્યાં ત્યાં તે ન્યૂનતા પૂર્ણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે, નિરંતર આત્મ ઉપયોગમાં જ રહ્યા કરે, થડે વખત પણ વિશુદ્ધ સ્વરૂપ ભૂલે નહિ, મનમાં ઉત્પન્ન થતી પર પરિણતિ-આભાના સ્વરૂપ શિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે. આવી રીતે અહનિશ જ્ઞાન સ્વરૂપ-શુદ્ધ સવરૂપની જાગૃતિ અને પરસ્વરૂપની વ્યવૃત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન અને શૈણ આંતરક્રિયારૂપ માર્ગમાં પ્રવૃત્તિ કરતાં કર્મને સર્વથા