________________ યાત્રા 5 મી. (17) ત્રિકટુને બનાવેલું હોય એટલે સુંઠ, મરી, પીપરને બનાવેલો હોય તે વસ્તુને સ્વભાવ વાયુહરણ, પિત્તહરણ આદિ છે તેજ પ્રમાણે કર્મને સ્વભાવ છે. તે પંદર દિવસ પહોંચી શકે એ કાળ માનની સ્થિતિ છે. લાડુના સ્વભાવની જેમ કર્મ બંધમાં પણ કઈ કર્મને સ્વભાવ જ્ઞાનગુણને દબાવવાને હોય છે તે કઈ કર્મને સ્વભાવ વીર્યગુણને દબાવવાનું હોય છે. જેમ લાડુની સ્થિતિ અમુક દિવસની હોય છે, તેમ કઈ કર્મની સ્થિતિ મહિનાની હોય છે, કેઈ કર્મની સ્થિતિ બે ઘડીની હોય છે, કેઈની પચીશ, પચાશ કે સે વર્ષની હોય છે અને કઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ, ત્રીશ કે સીત્તેર કલાકે સાગરેપમની હેય છે. તે સ્થિતિબંધ છે. જેમ લાડુમાં રસનું માપ હોય છે એટલે કેઈ લાડુમાં તેના લેટના દળથી બમણી કે ચાર ગણી મીઠાશ હોય છે, અને અમુક ગણી કડવાશ કે તીખાશ હોય છે, તેમ કઈ કર્મને સુખરૂપ રસ મીઠે અને દુઃખ રૂપ રસ કડે તે કર્મદળના પ્રમાણથી બમણું, ચારગણે કે દશ ગણે અથવા હજાર કે લાખ ગણે પણ વધારે હોય છે. આ જગતમાં ઘણાં મનુષ્ય નજરે પડે છે કે, જેઓ ઘણા થોડા વખતમાં ઘણું અસહ્ય દુઃખ ભેગવે છે અને ઘણું મનુષ્યને તે કડવા કર્મદળના પુદ્ગલે વિશેષ હેવાથી તેમજ રસ પણ વિશેષ હોવાથી તેઓ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, ઝરે છે અને નજરે દેખી શકાય નહિ તેવી અસહ્ય વેદના સહે છે. તે રસબંધ છે. તથા જેમ કેઈ લાડે વજનમાં પાશેર, અડધોશેર હોય છે તેમ કઈ કર્મના પ્રદેશ ગણત્રીમાં છેતે કઈ ઘણા હોય છે તે પ્રદેશબંધ છે. ભદ્ર! આજ સર્વ જગતની વિચિત્રતા છે. એ સર્વ વિચિત્રતા કર્મની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. જે ઠેકાણે ઠેકાણે દષ્ટિ ફેરવશે તે આ કર્મની વિચિત્રતાને નહિ અનુભવતા હોય એવો એક પણ દેહધારી પ્રાણી છવ જોવામાં નહિ આવે. આ કર્મની વિચિત્રતા પણ ઈચ્છાનિક વસ્તુ ઉપર જે રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે, તેના ઉપર આધાર રાખે છે. આ સર્વ કહેવાથી “જગની વિચિત્રતાનું કારણ શું ?" એ મહાવાક્યને ફલિતાર્થ એટલે થયે કે,