________________ (19) આત્મતિ કરી શકાતી નથી. આ કર્મને મંદ કે તીવ્ર જે ઉદય હોય તેના પ્રમાણમાં તે તે દુર્ગની હાનિ-વૃદ્ધિ થાય છે. 5. આયુષ્ય કર્મ-આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે–દબાવે છે. આયુષ્ય કર્મના ઉદયથી જીવ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભવને વિષે આવી વસે છે. પિતાની ઈછા તે તે ભવમાં રહેવાની હોય કે ન હોય તથાપિ તે તે ભવમાં તે તે કર્મના ઉદયને અનુસારે તેને ત્યાં જ રહેવું પડે છે. 6. નામ કર્મ આત્માના અગુરૂ લઘુપણાના ગુણને દબાવે છે. નામ કર્મના ઉદયથી જીવ માન, અપમાન, કીતિ, અપકીતિ પામે છે અને ત્રસ, સ્થાવર વગેરે અનેક ઉચ્ચ તથા નીચ નામથી બોલાવાય છે, પિતે આત્મા છતાં, એકે દ્રિય, બેઇદ્રિય તથા પંઢિયાદિ વ્યાદેશ પામે છે. આ નામ કર્મ એકસેને ત્રણ પ્રકારે જુદાં જુદાં ભેદમાં વહેચાયેલ છે. 7. ગોત્રકર્મ આત્માના અરૂપી ગુણને દબાવે છે. ગોત્રકર્મના ઉદયથી જીવને ઉચ્ચ નીચ ગોત્રમાં ઉત્પન્ન થવું પડે છે. અને ઉચ્ચ નીચ શેત્રથી બોલાવતાં તેને ઘણી વખત અસહા માનાપમાન અને સુખદુઃખ અનુભવવાં પડે છે. 8. અંતરાય કર્મ-આત્માના અનંતવીર્ય ગુણને દબાવે છે. અતરાય કર્મના ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી. પોતાની પાસે વસ્તુ છતાં તે બીજાને દયાની લાગણી છતાં આપી શકતો નથી. અને પિતે તે વસ્તુને પિતાના ભેગમાં એક વાર કે અનેક વાર ઉપગ કરી શકતું નથી. અને પિતાનામાં સામર્થ્ય છતાં તેને યોગ્ય સ્થળે ફેરવી શકતા નથી. આ પ્રમાણે આઠ કર્મ આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે. સત્ય કે તાત્વિક તત્ત્વથી વિમુખ થયેલા છ આત્મગુણને ભુલી જઈ વિશેષ નવીન કર્મને બંધ કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ઉપર કહેલા આઠ કર્મને બંધના ચાર પ્રકાર છે. 1 પ્રકૃતિ, 2 સ્થિતિ, 3 રસ અને 4 પ્રદેશ. દરેક કર્મને બંધ તેની પ્રકૃતિસ્વભાવ, તેની સ્થિતિ, તેને રસ અને તેના પ્રદેશએ ચાર પ્રકારે થાય છે તે ઉપર પાકના લાડુનું દૃષ્ટાંત અપાય છે. જેમ લાડુ