________________ યાત્રા 5 મી, (195) આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આપણા આત્માના ગુણને નાશ થયે છે. કર્મોનું સામર્થ. 1. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાનગુણને દબાવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું, સત્યાસત્ય નિર્ણય કરવાનું, અને ટુંકામાં કહીએ તે હસ્તામલકની માફક સર્વ વસ્તુને જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ સર્વથા આત્મગુણેને દાબી શકતું નથી. કારણ જો એમ બને તે આત્મા જડસ્વરૂપ યા જડવત્ થઈ જાય પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું ઓછું દબાણ હેય તેટલા પ્રમાણમાં જ્ઞાનના ગુણની વૃદ્ધિ-હાનિ થાય છે. 2. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણેને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે અંધતા, કાને બધિરતા, નાસિકાએ ગધની બેમાલુમતા, હાથી રસનું અજ્ઞાન અને ત્વચાથી ઠડા, ઉનાના નિર્ણયને અભાવ થઈ જાય છે. નિદ્રા આવવી, ઇંદ્રિયેની અપેક્ષા શિવાય આત્મવિશુદ્ધિથી થતું મર્યાદાવાળું કે પૂર્ણ, સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન થતું નથી. આ સર્વ દર્શનાવરણીય કર્મનું પરિણામ છે. આ કર્મ ઉદયપણે જેટલું તીવ્ર કે મંદ હોય તેના પ્રમાણમાંજ તે આત્માના દર્શનગુણને દબાવે છે. 3. વેદનીય કર્મ આત્માના અનંત સુખને દબાવે છે. વેદનીય કર્મના ઉદયથી જીવ નાના પ્રકારના પગલિક સુખ દુઃખને અનુભવ કરે છે. દૈવિક વૈભવ અને માનુષી ઐશ્વર્ય-એ શુભ વેદનીયને ઉદય છે અને નાના પ્રકારના માનસિક શારીરિક દુઃખ તે અશુભ વેદનીય ને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હોય, તે તીવ્ર કે મંદ સુખ દુઃખને અનુભવ થાય છે. 4. મેહનીય કર્મ આત્માના અનંત આનંદને તેમજ યથાખ્યાત ચારિત્રપણાને દબાવે છે. આ કર્મના ઉદયથી માં, ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, હર્ષ, ખેદ, ભય, શેક, દુગછા, વિષયવાસના, અને સત્યનું અશ્રદ્ધાન વગેરે દુર્ગણે પ્રગટ થાય છે અને આત્મસંયમની ઈચ્છા પણ થતી નથી, કદાચ ઈચ્છા થાય છે તે તે પ્રવૃત્તિ