________________ (14) આત્મતિ. માનસિક વિચાર કિલષ્ટ, ક્લિષ્ટતર અને ક્લિષ્ટતમ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ જેટલા પ્રમાણમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હાય તેટલાજ પ્રમાણમાં તીવ્ર કે મંદ એવા કર્મને બંધ થાય છે અને તેને ઉદય આવેલે કર્મવિપાક પણ તેટલેજ તીવ્ર કે મંદ હોય છે. દષ્ટાંત તરીકે લીમડાને રસ કહે છે અને શેરીને રસ મીઠો છે. તે બંને જાતને એક શેર રસ લીધે હોય અને તેને જુદે જુદે ઉકાળી એક રૂપીઆભાર બાકી રાખે છે, તે એક રૂપીઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપીઆ ભાર રસમાં ચાલીશગણું કડવાશ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક પણ પાણી નાંખે તે તમને એક શેર રસમાં જે કડવાશ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાલીશગણી કડવાશ કે મીઠાશ આ રસમાં ઓછી લાગશે. આ પ્રમાણે કર્મ કરતી વખતે જેવા જેવા તીવ્ર કે મંદ પરિણામ (આશય-વિચાર અથવા અધ્યવસાય) હોય તેના પ્રમાણમાં તે જીવ તીવ્ર કે મંદ સુખદુઃખને અનુભવ કરશે; માટેજ મહાત્મા પુરૂષે વારંવાર પિકારીને જગન્ના છને ચેતાવે છે કે, તમે સાવધાન થાઓ. ક્લિષ્ટ કર્મો નહિ કરે. તમને પશ્ચાત્તાપ થશે, ખેદ થશે, દુઃખ થશે, તમે રીબાશો; અત્યારે તમે હસતાં હસતાં કર્મ બાંધે છે, પણ તે કર્મનાં ફળ પછી રોતાં રેતાં ભેગવવાં પડશે. તે ભગવ્યા વિના તમારે કદિ પણ છુટકારે થવાને નથી. - ભદ્ર! એ તીવ્ર, મંદ કે કિલષ્ટાદિ પરિણામે (અધ્યવસાયે) ગ્રહણ કરેલા કર્મના પુદ્ગલે આઠ ભાગે વહેચાઈ જાય છે. તીવ્ર, મંદ કે કિલષ્ટ અધ્યવસાય થયે, તે ભાવે કાંઈ બેલાયું અથવા તે ભાવે કાંઈ કાર્ય કે ક્રિયા કરવામાં આવી કે તરતજ એ જીવ તેવાં શુભ કે અશુભ પગલેને ગ્રહણ કરે છે અને પછી તેને કર્મપણે બાંધે છેગોઠવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય–આ આઠ કર્મપણે તે પુદ્ગલે વહેંચાઈ જાય છે. તે કર્મો આત્માની સત્તા–સામર્થ્યને નાશ નથી કરી શકતા, પણ તેને દબાવી નાખે છે. તે એટલા જોરથી આત્માના ગુને દબાવે છે કે બીજા અજાણ્યાને એમજ ભાન થાય છે કે આપણા