________________ યાત્રા 5 મી. (193) N કઈ છ વટેમાર્ગુઓ જંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જેગલમાં જાંબૂનાં વૃક્ષે ઘણાં હતાં. વખત પણ લગભગ જેઠ–અસાડ મહિનાને હતું, તેથી જાંબૂનાં ફળ પાકી ગયા હતા, તે વૃક્ષ નીચે કેટલાએક ફળના ઢગલા લેવામાં આવતા હતા. આ વખતે પેલા છ મુસાફરોને તે જાબૂનાં ફળ ખાવાની ઈચ્છા થઈ, એટલે એક પુરૂષ બે કે, “આપણી પાસે કુઠાર તૈયાર છે, તેથી આ જીબૂના વૃક્ષને મૂળમાંથી કાપી નાંખીએ, તે વૃક્ષ નીચું પડશે, એટલે આપણને શાંતિથી અને સહેલાઈથી જાંબુનાં ફળ ખાવા મળશે.” બીજા પુરૂષે જણાવ્યું. “એમ શા માટે કરવું પડે? એક મેટી મજબૂત ડાળ કાપી નાંખે, તે નીચે પડશે એટલે આપણે જાંબૂ વીણ ખાઈશું. જે ઝાડ કાયમ હશે તે ફરી નવાં જાંબૂ પણ આવશે. ત્રીજો પુરૂષ બે “એવી મેટી ડાળ પણ શા માટે કાપવી પડે? નાની નાની ડાળીઓ કાપી નાંખે એટલે આપણને તેમાંથી જબૂ મળશે. કાંઈ મેટી ડાળના લાકડા ઉપર જોબૂ હોતાં નથી નાહક વૃક્ષને તેવું નુકશાન શા માટે કરવું જોઈએ ? ચેથે પુરૂષ બોલ્ય-નાની ડાળીઓ પણ શા માટે કાપવી જેઈએ? જ્યાં જ્યાં જોબૂ લાગેલાં છે, તેવા નાના ગુચ્છાઓ કાપી, નાંખો એટલે આપણું કામ સિદ્ધ થશે. પાંચમો પુરૂષ બોલ્યો-“તમારા બોલવામાં પણ હજુ સુધારે કરવા જેવું છે. નાના ગુચ્છાઓ કાપી નાંખવાથી કેટલાએક પાંદડાંઓ અને કાચાં જાંબૂ નિરર્થક થવાનો સંભવ છે, તેથી આપણુંમાંથી કઈ ઉપર ચડી જાઓ અને જ્યાં જ્યાં પાકાં જાંબૂ હોય તે વણી લે. એમ કરવાથી આપણને જાંબૂ મળશે અને ઝાડનાં ડાળાં તથા પાંદડાંને પણ નુકશાન નહિ પહોંચે.” - છઠ્ઠ પુરૂષ બે -“આપણને પાકા જાંબૂની જરૂર છે, તે આ વૃક્ષ નીચે પાકા જંબૂઓ જોઈએ તેટલા પડેલા છે, જે જંબૂને માટે તમે આટલી બધી મહેનત કરે છે, તેવા પાકા જાંબૂઓ આપણને અનાયાસે મળે છે, માટે નીચે પડેલાઓ વીણી ખાઓ.” આ દષ્ટાંત ઉપરથી સમજાશે કે, એકજ કાર્યને માટે મનુષ્યના તારતમ્યવાળા વિવિધ વિચારે જોવામાં આવે છે. આવા પરિણામે