________________ ( 12 ) આત્મન્નિતિ. જ્ઞાનના સમુદ્રરૂપ, ભરતક્ષેત્રના ભવ્ય પ્રાણીઓના નિત્ય ઉપકારી, અને આ સંસારરૂપ વનને ભાંગવામાં હસ્તી રૂપ એવા મહાગુરૂને ત્રિકાળ વંદના છે.” 1 આ પદ્યથી સ્તુતિ કરી પછી બને બોલ્યા, “ભગવદ્ ! આપના ઉપદેશથી આ જગત્ નું સ્વરૂપ અમારા સમજવામાં આવ્યું. હવે આ જગતમાં જે વિચિત્રતા રહેલી છે તે કારણ સાથે સમજાવે. આ વિચિત્રતાનું કારણ શું? મહાત્મા બોલ્યા-ભદ્ર! સાવધાન થઈને સાંભળો. આ વિષે પ્રથમ મેં તમને ઈસારારૂપે જણાવ્યું છે, છતાં પુનઃ સંક્ષેપમાં સાંભળો. આ જગતમાં સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રંક, રેગી, નીરોગી, શેક, આનંદ, રાગી, વિરાગી, પુરૂષ, સ્ત્રી, નપુંસક, દેવ, નારક, તિર્યંચ વગેરે જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, તેનું કારણ શું છે? તે તમને વિચાર કરવાથી જણાઈ આવશે. આ વિચાર તમેને તત્ત્વદર્શનને માટે ઘણોજ ઉપયોગી છે. “આ જગત્ શું છે?” તે તમે સમજ્યા છે. આ જગતમાં જડ અને ચેતન બે વસ્તુ છે. તેનાથી આત્મા ભિન્ન છે. તેને જડ વસ્તુ ઉપર જેટલું મમત્વ થાય છે, તે ઈષ્ટ વસ્તુના રાગથી થાય છે અને જે દ્વેષ તથા ઈર્ષ્યા થાય છે, તે અનિષ્ટ વસ્તની અપ્રીતિથી થાય છે. જે વસ્તુ ઉપર આત્માને રાગ દ્વેષ થાય છે, તે વસ્તુ સાથે આત્મા તદાકારે પરિણમે છે, તન્મય થઈ જાય છે, અને તે તે પ્રકારે આત્મા નવીન કર્મને બંધ કરે છે. જેને જેવે કે એટલે જેટલે રસે આત્મા પરણમ્યું હોય–તદાકાર થયે હોય તેવે તે પ્રકારે તેને રસ પાડે છે અને તેને તે પ્રકારે તેને કર્મને સ્વભાવ બંધાય છે અને તેને તે પ્રકારે કર્મની સ્થિતિ સ્થાપિત થાય છે. તે પછી જ્યારે જ્યારે તે કર્મ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કર્મ ભેગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કે તરત કર્મ ઉદય આવ્યા, એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચૂકી. આથી ફલિતાર્થ એ થયો કે, આ વિચિત્રતાનું મૂળ કારણ ઈષ્ટનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે છે. આ વિષમતા એકજ જાતની અને એકજ સરખી હોતી નથી. એક નાના સરખા કાર્યમાં પણ અનેક જાતના પરિણામની તારતમ્યતાવાળી વિષમતા જોવામાં આવે છે, જેમ કે - .