________________ યાત્રા 5 મી. ( 191) છુટાં પણ ઘણાં છે. આ સંસારચકમાં રહેલ કેઈ પણ જીવ આ પુદ્ગલથી સદા વિયેજિત નથી અને જેઓ એ પુદ્ગલથી સર્વથા વિજિત થયેલા છે, તેઓ પરમ પદને પામેલા સિદ્ધના જ કહેવાય છે. સિદ્ધના જીવેને ફરી પુદ્ગલોથી સંજિત થવાને વખત કદિ પણ આવવાને નથી. સંસારી દરેક જીવે સદા એ પુદ્ગલથી વીંટાએલા છે. તેઓ પુગેની વૃદ્ધિ, હાનિ અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિઓમાં વહેચાએલા છે. તેઓના આહાર, શરીર, મન, ઇંદ્રિય, વચન, શ્વાસ અને કર્મો તે સર્વે આ પુદ્ગલનાંજ બનેલાં છે, સોનું, રૂપું, આદિ ધાતુ અને સર્વ ખનીજ પદાર્થો એ પૃથ્વીકાય જાતિના એકેદ્રિય જીવ, અકાય જાતિના એકે દ્રિય જીવ, અગ્નિકાય, સર્વ પ્રકારના વાયુકાય જાતિના અને સર્વ વનસ્પતિકાય જાતિના એકેદ્રિય છે કે જે સર્વના શરીરે આ પુદ્ગલ પિંડમાંથી બનેલા છે. અથવા એ પુદ્ગલે તે જેની સાથે સાજિત થયેલા છે. તે સિવાય બેઇંદ્રિય, તેઈદ્રિય, ચતુરિદ્રિય, પચે દ્રિય જીવેના શરીરે પણ એ પુદ્ગલેનાજ બનેલા છે. તે પુદ્ગલ શબ્દની વ્યાખ્યા ટુંકામાં આ પ્રમાણે છે. જેમાં થોડું કે ઝાઝું ગમે તે જાતનું રૂપ હય, જેમાં થડે કે ઝાઝે ગમે તે જાતને રસ તેમજ ગંધ હોય અને જેમાં થડે કે ઝાઝે સ્પર્શ હોય તે પગલ કહેવાય છે. ભદ્ર ! તમે આ દશ્ય જગત્ તરફ દષ્ટિ કરે. કઈ પણ દશ્ય વસ્તુને જે તે તમને કઈ પણ વસ્તુ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ વગરની દેખાશે નહિ. આખી દુનિયામાં ફરી વળે તે તેજ નજરે આવશે. આ ઉપરથી તમારા સમજવામાં સ્પષ્ટ રીતે આવ્યું હશે કે આ જગતું શું છે? જડ અને ચેતન-એ બે વસ્તુજ છે. કેટલાએક જડ પુગલો-અજીવ અને કેટલાએક જડ ચેતન મિશ્રિતસજીવ એ બે શિવાય બીજું કાર્ય નથીજ. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્રવિચિત્ર દેખાવ તે જડ-ચેતનથી દશ્યમાન છે.” મહાત્માના આ વચનેથી બંને તરુણ શ્રાવકે ખુશી થઈ ગયા અને સત્યચંદ્ર નીચેનું પદ્ય બોલ્ય. ત્તિ શ્રી જ્ઞાનાંમોનિ મારતમારિ સતત भववनभंजनकरिणे नमस्त्रिसंध्यं सदा महागुरवे " // 1 //