________________ આત્મોન્નતિ. - (100) છે. તે પર શ્રદ્ધા રાખે કે ન રાખે, છતાં જે જ્ઞાનીઓ છે, તે તે વિદ્યમાન વસ્તુને “વિદ્યમાન છે” એમ કહેવાનાં. દુનિયાના છે માને કે ન માને છતાં જ્ઞાનીઓએ તે સત્ય પ્રકાશવું જ જોઈએ. આકાશ અરૂપી છે. આકાશમાં રંગ, બેરંગી આકાર દેખાય છે, તે આકાશ નથી. મેઘનાં વાદળાંઓ, ઇંદ્ર, ધનુષ્ય કે ચંદ્ર સૂર્યાદિ આકાશ નથી. આકાશમાં દેખાતી કાળિમા (કાળાશ) તે આકાશ નથી, તે તે આકાશમાં રહેલ રૂપી પુદ્ગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણનેજ આકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. તે કેવળ પિલાણ રૂપ આકાશમાં રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કાંઈ નથી. જડ ચિતન્યને જવા આવવાને અવકાશ આપે તે આકાશ કહેવાય છે. તેનું કાર્ય અવકાશ આપવાનું છે. પૂર્ણ જ્ઞાનીએ જ્ઞાન-દર્શનથી તેને જાણી શકે છે, પરંતુ સામાન્ય મનુષ્ય તેના અર્થથી તેને જાણી શકે છે. કાળ–એ અરૂપી વસ્તુ છે. સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા દિવસ, માસ, વર્ષ આદિ વિભાગને કાળ કહે છે. પણ તે માત્ર ઓપચારિક કાળ છે. જે પદાર્થોને નવા પુરાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે, તે તાત્વિક કાળ છે. અર્થાત્ જે અન્ય કારણની મદદ વિના પદાર્થોમાં નવાપણું અને પુરાણાપણું થાય છે, તે કાળ કહેવાય છે. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ ચાર પદાર્થો અરૂપી, જડ અથવા અજીવ પદાર્થો છે. જે પુદ્ગલ છે, તે રૂપી જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સૂફમમાં સૂક્ષ્મ પરમાણુ પણ પુદ્ગલ છે. તેવા અનેક પરમાણુઓ એકઠા થવાથી નાના પ્રકારની દશ્ય આકૃતિઓ બને છે. આ આકૃતિઓ કેટલીક કુદ્રતપણે વા સ્વાભાવિક પિતાની મેળે બને છે. અને કેટલીએક મનુષ્ય પ્રયત્નથી કે મનુષ્યની મદદથી બને છે. તેઓમાંની કેટલીક સામાન્ય મનુષ્યના નેત્રથી જોઈ શકાય છે. પરમાણુઓમાં તેવો સજન અને પલટણ સ્વભાવ રહેલું છે કે જેથી તેઓ પિતાની મેળે પણ તેમ બની જાય છે. ભદ્ર! આવા પરમાણુઓ કેટલા છે અને ક્યાં રહે છે? તે વિષે પુછવું જ નહિ. જ્યાં દેખે ત્યાં તેજ છે. તે અસંખ્યાત અને અનંતા છે. તેમનું સજન ની સાથે થયેલું છે, તે સિવાય તેઓ