________________ યાત્રા 5 મી. (189) ગયા અને તેમણે વંદના કરી આ પ્રમાણે કહ્યું, “ભગવન્! આત્માની અમરતા-નિત્યતા અમારા સમજવામાં આવી છે, હવે કૃપા કરી આ જગત શી વસ્તુ છે? તે સમજાવે. જો કે તે વિષે આપના ઉપદેશમાંથી અને ડું ઘણું સમજવામાં આવ્યું છે, તથાપિ તે વિષે જરા વિવેચન કરી સમજાવે તે અમારા હૃદયમાં તે જ્ઞાનને વિશેષ વિકાશ થઈ જશે.” આ જગત્ શું છે? તે અને શ્રાવકેના પ્રશ્નથી અંતરમાં પ્રસન્ન થતાં મહાત્મા બોલ્યા ભદ્ર! આ જગતમાં ચેતન યા જીવ અને જડ–અજીવ–આ બે વસ્તુ ભરેલી છે, અથવા આ બે વસ્તુ તેજ જગત્ છે. એ બે વસ્તુથી જગત્ કઈ પણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવાનું મનુષ્યને આ બે વસ્તુજ સર્વત્ર જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જેવામાં આવશે. જે અજીવ વસ્તુ છે, તે રૂપી અને અરૂપી એ બે પ્રકારે વેહેચાએલી છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે રૂપી અને જેમાં તે માંહેલું કાંઈ પણ ન હોય તે અરૂપી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગધ કે સ્પર્શ, તે માંહેલું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્ય તેના કાર્યથી તેને જાણી શકે છે. આપણને ચાલવામાં ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે, ધર્માસ્તિકાયની મદદ હોય તે જ આપણે ચાલી શકીએ. આ ચાલવા રૂપ કાર્યથી અનુભવાતે ધર્માસ્તિકાય એક સામાન્ય મનુષ્યને ચર્મચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ પદાર્થ છે, એમ સામાન્ય મનુષ્ય જાણી શકે છે. અધર્માસ્તિકાયમાં રૂપ, રસ કે સ્પર્શ નથી તેને ચર્મચક્ષવાળા જોઈ શકતા નથી. જડ, ચૈતન્ય-ઉભય પદાર્થને સ્થિર રાખવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્યો તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે. આ બંને પદાર્થોની હૈયાતીના નિર્ણય માટે અલ્પજ્ઞને તેવા પ્રમાણિક, સત્ય વક્તા જ્ઞાનીના વચને ઉપર શ્રદ્ધા રાખ્યા સિવાય છુટકે જ નથી. આ જડ-ચેતન ઉભય પદાર્થો છે, તેમ ચર્મચક્ષુ અલ્પજ્ઞ મનુષ્ય માને કે ન માને, છતાં તે પદાર્થો પિતપોતાનું કાર્ય બજાવે જાય