________________ આત્મોન્નતિ, (108) જણાય કે સમજાય તેવી છે. ધારે કે, તાપ સખત લાગતું હોય, તે વખતે બાહેર જવું છે, તે પગમાં જેડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતે એ છે . આ તાપ ઓછો લાગવાથી જે સુખ થયું, તે સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવા રૂપ ક્રિયાથી થયું. અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મશ્રવણ કરવા નિમિત્તે કઈ ઉદ્યાનમાં આવ્યા, તે ઉદ્યાનમાં આવવારૂપ કાર્ય તે પેહેલાની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે જે પ્રાણી-આત્મા ગર્ભમાં આવે, તે કઈ કિયાથી? આ પ્રશ્નનો ઉત્તર મળવો જ જોઈએ કે, ગર્ભમાં આવ્યા પહેલાં કાંઈ પણ ક્રિયા કરવી જોઈએ, તે કિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલા માનવજ પડશે અને તેથી એ ફલિતાર્થ થયે કે, આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કઈ પણ સ્થળે હતું, અને ત્યાંથી અહિ આ જન્મમાં આવે. તેજ તેને પુનર્જન્મ અને તેજ આત્માની અમરતા. વળી કાર્ય કારણને વિચાર કરતાં કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે, તે આ માનવ દેહરૂપી કાર્ય, તેનું કારણ આ દેહની ઉત્પત્તિ પહેલાં હોવું જ જોઈએ. “આ જન્મે, “આ મરી ગયે,” “આ ક્યાંથી આવ્યું?” અને ક્યાં ગયો? આ ગતિઆગતિ પુનર્જન્મને સૂચવે છે. આ જગતમાં સર્વે સુખી શા માટે થતા નથી? સર્વે દુઃખી શા કારણથી દેખાતા નથી? રાજા અને રાંક શા માટે થાય છે? શા હેતુથી રાંક રાજા થાય છે ? અને જ્ઞાની શા કારણથી કહેવાય છે?” આ સર્વ બાબતનું કાંઈ પણ કારણ હેવું જોઈએ અને તે કારણ સમજાય તેવું છે. એકજ જ્ઞાતિમાં, એકજ કુલમાં, અને એકજ માબાપથી ઉત્પન્ન થતાં બાળકેમાં નાના પ્રકારની વિષમતા થવી, એજ આત્માની અમરતા અને પુનર્જન્મની સિદ્ધતાને અપૂર્વ પૂરાવે છે. - આથી એટલું તે સ્પષ્ટ સમજાયું હશે કે, આત્મા દેહથી ભિન્ન છે અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે તથા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, આથી “હું કેણું છું” એ વિચાર પરિફુટ થઈ ગયે.” મહાત્માનાં આ વચને સાંભળી તે અને તરૂણ શ્રાવકે પ્રસન્ન થઈ